જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષની સમસ્યા હોય તો વ્યક્તિને તેના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોઈ કારણોસર તેના કામમાં વિક્ષેપ પડતો હોય છે. અન્ય દોષની જેમ આ દોષ પણ ખુબ જ ભયંકર છે. આ દોષથી તમારી તરક્કી અટકી જાય છે. પછી ભલે તે વ્યક્તિ કેટલા પ્રયત્નો કરે સફળતા મેળવવામાં તે અસફળ રહેશે. માટે આજે આવી મુશ્કેલી માટે એક ખાસ ઉપાય લઈને આવ્યાં છે તો આવો જાણી લઈએ આ ઉપાય વિશે…
જ્યોતિષ શાસ્ત્રમાં કાલસર્પ દોષ 12 પ્રકારનો બતાવવામાં આવ્યો છે. રાહુ અને કેતુની દશા અને મહાદશામાં આ બંને ગ્રહ કુંડળીમાં જે સ્થાન અને સ્થિતિમાં હોય છે તે પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. રાહુ કેતુ વિશે એવું પણ કહેવામાં આવે છે કે તે શુભ સ્થિતમાં હોય ત્યારે જીવનમાં શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે. શુભ હોવાની દશા પર આ બંને ગ્રહ વ્યક્તિને અચાનક લાભ આપે છે.
કાલસર્પને લઈને ડરવું ન જોઈએ
જન્મકુંડળીમાં જો કાલસર્પ યોગ બની રહ્યો હોય તો ભયભીત થવાની જરૂર નથી. આ યોગના કેટલાક અશુભ ફળ હોય છે. તો શુભ ફળ પણ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં કાલસર્પ દોષનું નિર્માણ થાય છે. તેને વધુ પરિશ્રમ કરવો પડે છે. આવા વ્યક્તિ સાહસી અને ક્યારેય હિમ્મત ન હારનાર હોય છે. તેઓને થોડી મોડી સફળતા મળે છે.
આ વાતોનું ખાસ ધ્યાન રાખવું
કાલસર્પ દોષ જો કુંડલીમાં હોય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિએ ખોટી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. કોઈ પણ પ્રકારનો નશો કરવો જોઈએ નહીં. કારણ આ દોષના પ્રભાવમાં વૃદ્ધિ થાય છે. અનૈતિક કાર્યો ન કરવા જોઈએ. ખોટું બોલવાની આદતથી બચવું જોઈએ. રાહુ કેતુને શુભ બનાવવા માટે ભગવાન શિવ અને ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ. મહાશિવરાત્રીના પર્વ પર શિવજીની વિશેષ પૂજા કરવી જોઈએ. જેથી રાહુ અને કેતુ શાંત રહે.