માઘ માસની શુક્લ પક્ષની સપ્તમી તિથિને અચલા સપ્તમી હોય છે. અચલા સપ્તમીને રથ, સૂર્ય અને અરોગ્ય સપ્તમી પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે સાત જન્મોના પાપોને દૂર કરવા માટે રથ પર બેસેલા સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. આજના દિવસ ગુરૂને વસ્ત્ર, તલ, ગાય દક્ષિણા વગેરે આપવી જોઈએ. એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસ મીઠું ભોજન કરે છે તેમને આખા વર્ષની સપ્તમી વ્રતનું ફળ મળે છે. એવું પણ કહેવામાં આવે છે કે આજના દિવસે તેલ અને મીઠું ન ખાવુ જોઈએ. રથ સપ્તમીનું વ્રત કરવાથી સૌભાગ્ય, સુંદરતા અને ઉત્તમ સંતાનનું ફળ મળે છે. આ વખતે સૂર્યદેવની રથ સપ્તમી 19 ફેબ્રુઆરીના રોજ છે.
ભગવાન સૂર્યનો થયો હતો જન્મ
પુરાણોમાં જણાવવામાં આવે છે કે આ દિવસે કશ્યપ ઋષિ અને અદિતિના સંયોગથી ભગવાન સૂર્યદેવનો જન્મ થયો હતો. એટલા માટે આ દિવસને સૂર્યની જન્મતિથિ પણ કહેવામાં આવે છે. આ દિવસ પૂજા અને ઉપવાસથી આરોગ્ય અને સંતાનની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તેમને આરોગ્ય સપ્તમી અને પુત્ર સપ્તમી કહેવામાં આવે છે. આ દિવસથી સૂર્યના સાત ઘોડા તેમના રથને વહન કરવાનો પ્રારંભ કરે છે, એટલા માટે તેમને રથ સપ્તમી પણ કહેવાય છે.
રથ સપ્તમી પર પૂજા
વહેલી સવારે સૌ પ્રથમ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરી લો. ત્યાર પછી સૂર્ય અને પિતૃ પુરૂષોને જળ અર્પણ કરો. ઘરની બહાર અથવા મધ્યમાં સાત રંગોની રંગોળ બનાઓ. મધ્યમાં ચારમુખી દીવો રાખો. ચારોમુખોને પ્રગટાવો, લાલ પુષ્પ અને શુદ્ધ મીઠા પદાર્થ અર્પણ કરો. ગાયત્રી મંત્ર અથવા સૂર્યના બીજ મંત્રનો જાપ કરો. જાપના ઉપરાંત ઘઉં, ગોળ, તલ, તાંબાનું વાસણ અને લાલ વસ્ત્રનું દાન કરો. ત્યારપછી ઘરના વડીલ સાથોસાથ તમામ લોકો ભોજન ગ્રહણ કરો.
રથ સપ્તમીનું મહત્વ
પૌરાણિક માન્યતાઓ અનુસાર, માઘ માસની શુક્લ પક્ષની સપ્તમી તિથિએ જ સૂર્યદેવ સાત ઘોડાના રથ પર સવાર થઈને પ્રકટ થયાં હતાં. આ કારણથી જ આ તિથિ સૂર્યદેવના જન્મોત્સવ એટલે સૂર્ય જયંતીના રૂપમાં પણ મનાવવામાં આવે છે. આ દિવસ સૂર્યદેવની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે આ વ્રતના પ્રભાવથી પ્રકાશ, ધન સંપદા અને સંતાનની પ્રાપ્તિ થાય છે.