26 જાન્યુઆરીએ સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસ મનાવે છે. આ દિવસ દિલ્હીમાં રાજપથથી લાલકિલ્લા સુધી પરેડ નિકાળવામાં આવે છે. જોકે, આ વખતે કોરોના મહામારી પગલે નજારો કઈંક બદલાયેલો જોવા મળશે. પ્રજાસત્તાકનું નામ સાંભળતા જ આપણાં મનમાં દરેક પ્રકારના પ્રશ્ન થવા લાગે છે, જેમ કે પ્રજાસત્તાક દિવસ શું છે અને આ કેમ ઉજવવામાં આવે છે? સૌથી પહેલા પરેડ કયારે થઈ હતી અથવા પ્રજાસત્તાક દિવસ ત્રિરંગો કેમ લેહરાવાય છે. આવો જાણીએ આવા જ પ્રશ્નના ઉત્તર…
કેમ મનાવવામાં આવે છે પ્રજાસત્તાક દિવસ?
15 ઓક્ટોમ્બર 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો હતો. તેના અંદાજે અડધું વર્ષ બાદ 26 જાન્યુઆરી 1950એ દેશનું બંધારણ લાગૂ કરવામાં આવ્યું હતું. તેના અતંર્ગત ભારત દેશને એક લોકતાંત્રિક, સંપ્રભુ અને પ્રજાસત્તાક દેશ જાહેર કરવામાં આવ્યો. આ માટે દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે.
કોણે અને કયારથી શરૂ કરી પ્રજાસત્તાક દિવસ મનાવવાની પરંપરા?
દેશના પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 26 જાન્યુઆરી 1950એ 21 તોપોની સલામી સાથે ઝંડો લહેરાવ્યો હતો. તેની સાથે ભારતને પૂર્ણ પ્રજાસત્તાક ઘોષિત કરવામાં આવ્યું. ત્યારબાદ તેને દર વર્ષે માનવામાં આવ્યો.
કયારેય ગ્રહણ કર્યું બંધારણ?
ભારતે 26 જાન્યુઆરી 1949એ બંધારણ સભામાં બંધારણને ગ્રહણ કર્યું હતું. તેના અતંર્ગત ગણરાજ્ય ભારત રાજ્યોનું એક સંઘ છે. અહી સંસદીય પ્રણાલીની સરકાર છે. 26 જાન્યુઆરી 1950થી બંધારણ લાગ્યું પડ્યું.
પ્રજાસત્તાક દિવસ ઝંડો કેમ ફરકાવવામાં આવે છે?
દેશના પ્રથમ નાગરિત એટલે રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસ નિંમિત્તે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવે છે. તેમજ રાજ્યોના રાજ્યપાલ રાજધાનીઓમાં પ્રજાસત્તાક દિવસ સમારોહમાં અવસર પર ઝંડો ફરકાવે છે. તેમજ, સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધ્વજને લહેરાવે છે. જ્યારે રાજ્યોમાં મુખ્યમંત્રી.
પ્રજાસત્તાકની પરેડની સલામી કોણ લઈ છે?
ભારતમાં રાષ્ટ્રપતિ સશસ્ત્ર બળોના કમાન્ડર-ઈન-ચીફ હોય છે. તે પરેડની સલામી લે છે.
બીટિંગ રિટ્રીટ સેરેમની કયારે અને કયા થાય છે?
બીટિંગ ધ રિટ્રીટ સમાહોરને પ્રજાસત્તાક દિવસનો અંત માનવામાં આવે છે. પ્રજાસત્તાકના દિવસ ત્રણ દિવસ એટલે 29 જાન્યુઆરીની સાંજે તેમનું આયોજન રાયસીના હિલ્સ પર રાષ્ટ્રપતિ ભગવ સામે કરવામાં આવે છે. તેમના મુખ્ય અતિથિ રાષ્ટ્રપતિ હોય છે.બીટિંગ રીટ્રીટમાં, ત્રણ સૈન્યના બેન્ડ પરંપરાગત ધૂન વગાડીને કૂચ કરે છે.
ધ્વજ કયારે અપનાવવામાં આવ્યો?
ભારતનો રાષ્ટ્રીય ધ્વડને પિંગલી વેંકેયાએ ડિઝાઈન કર્યો. પહેલા તેમણે જે ઝંડો બનાવ્યો હતો, તેમાં બે રંગ લાલ અને લીલો હતો. તેમણે આ ધ્વજને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રે, પાર્ટીના બેઝવાડા સત્રમાં ગાંધીજીની સમજ રજૂ કરવામાં આવી હતી. તેમાં ગાંધીના સૂચના પર સફેદ પટ્ટી જોડવામાં આવી. પછી ચરખાની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતીક તરીકે અશોક ચક્રને જગ્યા મળી. 22 જુલાઈ 1947એ રાષ્ટ્રીય ધ્વજના સામેલ સ્વરૂપને ભારતીય બંધારણ સભાની બેઠકમાં અપનાવવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર કયારે આપવામાં આવે છે?
26 જાન્યુઆરીની પૂર્વસંધ્યાએ બહાદુર બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારોની શરૂઆતમાં 1957થી થઈ હતી. પુરસ્કારના રૂપમાં એક ચંદ્રક, પ્રમાણપત્ર અને રોકડ રકમ આપવામાં આવે છે. આ ઉપરાંત તમામ બાળકોને શાળા અભ્યાસ પૂરો કરવા સુધી નાણાકીય મદદ પણ આપવામાં આવે છે.
ભારતીય બંધારણ કેટલા દિવસમાં તૈયાર કરવામાં આવ્યું હતુ?
ભારતીય બંધારણને બનાવવામાં લગભગ 3 વર્ષ (2 વર્ષ,11 મહિના અને 17 દિવસ) લાગ્યો હતો. આ દરમિયાન 165 દિવસોમાં 11 સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું.
ભારતના પહેલા રાષ્ટ્રપતિએ કયા લહેરાવ્યો હતો ધ્વજ
બંધારણ લાગૂ થયા બાદ ડો. રાજેન્દ્ર પ્રસાદે સંસદ ભગવનના દરબાર હોલમાં રાષ્ટ્રપતિની શપથ લીધાં હતા. જે બાદ પાંચ મીલ લાંબી પરેડ સમારોહના બાદ ઈરવિન સ્ટેડિયમમાં તેમણે રાષ્ટ્રીય ઝંડો લહેરાવ્યો.