ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન પર પોતાના અભિપ્રાય રાખીને હોલીવૂડની પ્રખ્યાત ગાયીકા સતત ચર્ચામાં આવી રહી છે. રિહાનાએ ખેડૂત આંદોલન પર ટ્વિટર કરતા કહ્યું કે આપણે આ વિશે વાત કેમ નથી કરી રહ્યાં? આ ટ્વિટને જોયા બાદ જે હસ્તીઓ લાંબા સમયથી ચૂપ બેઠી હતી, તે પણ રિહાનાને સમજાવતા જોવા મળી. ત્યાં સુધી કે વિવાદિત ક્વીન કંગના રણોતએ તો રિહાનાને પોર્ન સ્ટાર પણ કહી દીધી. તેમજ એક-બીજા તરફ રિહાના દ્વારા કરેવામાં આવેલા ટ્વિટને લોકોનું પૂરૂ સમર્થન મળતું પણ જોવા મળી રહ્યું છે. હવે જે હસ્તીઓએ રિહાનને મૂર્ખ અને પોર્ન સ્ટાર બતાવી ચૂક્યાં છે. તે કોરોના કાળમાં લોકોની મસીહા અને મિસાલ બની પોતાનુ નામ પહેલા જ ચમકાવી ચૂકી છે.
હોલીવૂડ સિંગર રિહાનાએ પોતાના મધૂર અવાજથી જ લોકોનું દિલ નથી જીત્યું, પરંતુ તેણે નેક કામો કરીને પણ પોતાની અલગ ઓળખ બનાવી છે. આવા નેક કામોની શરૂઆત તે વર્ષ 2012માં કરી ચૂકી છે. તેણે 2012માં એક ફાઉન્ડેશની સ્થાપના કરી હતી. જેનું નામ તેણે ક્લારા જોયનેવ રાખ્યું છે. આ ફાઉન્ડેશનના માધ્યમથી ઘણાં બાળકોને શિક્ષણ અને ઘણાં મહત્વપૂર્ણ કામ કરવામાં આવે છે. તેમજ વર્ષ 2020માં ચીનથી આવેલા કોરોના મહામારીથી લોકોને બચાવવામાં પણ રિહાનાનું ફાઉન્ડેશન પાછળ નથી હટ્યું. તેણે લોકોની મદદ માટે લગભગ 36 કરોડ રૂપિયા દાનમાં આપ્યાં.
why aren’t we talking about this?! #FarmersProtest https://t.co/obmIlXhK9S
— Rihanna (@rihanna) February 2, 2021
રિહાનાએ વર્ષ 2020માં લોસ એન્જિલસમાં થઈ રહેલું ઘરેલું હિંસાનો શિકાર લોકોની પણ મદદ કરી હતી. તેમાં તેનો સાથ ટ્વિટના સીઈઓ જૈક ડોર્સીએ પણ આપ્યો હતો. બંને એ જ 42 લાખ ડોલર દાન કર્યું હતું. જેમાં 21 કરોડ રૂપિયા રિહાનાએ જ આપ્યાં હતાં. પોપ સિંગર રિહાના અંગત જીવન વિશે વાત કરીએ તો તે બારબાડોસના સેન્ટ માઈકેલમાં 20 ફેબ્રુઆરી 1988માં જન્મી હતી. કદાચ દુનિયા તેને રિહાનાના નામથી જાણતી હોય, પરંતુ તેનું સાચું નામ રોબિન રિહાના ફેન્ટી છે. તે 44 અરબ રૂપિયાની માલકિન છે.

કૃષિ કાયદા વિરોધમાં ખેડૂતો છેલ્લા 2 મહિનાથી સતત ધરણા પર ઉતાર્યા છે. જોકે અત્યાસુધી સરકાર અને ખેડૂતોમાં કોઈ સમજૂતી નથી થઈ શકી. ભારતથી હવે ખેડૂતોનો આ અવાજ વિશ્વભરમાં ગૂંજી રહ્યો છે. રિહાના બાદ ભારતીય એક્ટિવિસ્ટ લિસિપ્રિયા કંગુજમ પણ ખેડૂત આંદોલનના સમર્થનમાં ઉતરી આવી છે. લિસિપ્રિયા પર્યાવરણનું કામ કરે છે અને તેણે યૂ.એનના જનરલ સેકેટ્રીના ટ્વિટ પર રિએક્ટ કરતા ખેડૂતોના સપોર્ટમાં ટ્વિટ કર્યું છે.
રિહાનાના ટ્વિટ બાદ આંતરાષ્ટ્રીય સ્તર પર ખેડૂતો પર વાતચીતને લઈને એક અલગ જ સાથ જોવા મળી રહ્યો છે. રિહાનાએ ટ્વિટ કરીને લખ્યું હતું- અમે ખેડૂતોની વાત કેમ નથી કરી રહ્યાં હવે #Farmersprotest. રિહાનાના ટ્વિટ બાદ ટ્વિટર પર ઘણાં લાંબા સમય સુધી કિસાન આંદોલન ટ્રેન્ડ કરી રહ્યું હતું.

તમને જણાવી દઈએ કે હોલીવૂડ સિંગર રિહાનાને 22 ફેબ્રુઆપીના રોજ રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. રિહાના છેલ્લા 20 વર્ષોથી સૌથી સફળ અભિનેત્રીઓમાં એક છે. તેણે અત્યાર સુધીમાં 9 ગ્રૈમી એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. તેની સાથે જ સમાજસેવામાં પણ નામ કમાવ્યું છે. રિહાના 16 વર્ષની ઉંમરમાં રેકોર્ડ નિર્માતા ઈવાન રોજર્સના માર્ગદર્શનમાં પોતાનું રેકોર્ડિંગ કરિયર માટે સંયુક્ત રાજ્ય અમેરિકા જતી રહી હતી. 2005માં રિહાનાએ પહેલો આલબમ મ્યૂઝિક ઓફ ધ સન રિલીઝ કરી. સિંગર રિહાનાને 51માં નેશનલ એસોસિએશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ કલર્ડ પીપલ ઈમેજ એવોર્ડમાં તેને સન્માનિત કરવામાં આવી હતી.