સૌ કોઈ લોકોએ રમકડાની દુકાન પર મળતી રબરની ઢીગલી તો જોઈ જ હશે, આ રબરની ઢીંગલીને આપણે જેમ ઈચ્છીએ તેમ વાળી શકીએ, છતાં તેને કઈ નથી થતું અને આ પહેલા જેવી સામાન્ય થઈ જાય છે. હવે થોડું વિચારો જો આવી ઢીંગલી વાસ્તવિત જીવનમાં પણ હોય તો? મતલબ કે એક એવી બાળકી જેને ગમે તેમ વાળો તે વળી જાય છે, સાંભળતા તમને પણ વિશ્વાસ નહી આવે પરંતુ આ હકીકત છે.

વેસ્ટ લંડનમાં 13 વર્ષની એક બાળકીનું શરીર રબરની ઢીંગલી જેવું જ છે. રોક્સી કોબીલિઉખ નામની આ યુવતી પોતાના શરીરને રબરની જેમ ગમે તેમ વાળી લે છે. બાળકના શરીરમાં એટલું વધું લચીલાપણું છે છે તેને નિહાળી રહેલા લોકો પણ હેરાના રહી જાય છે. રોક્સી પોતાનું શરીરને લચીલું બનાવવા માટે અઠવાડિયામાં લગભગ 15 કલાક ખૂદને ટ્રેન કરે છે. તેને નવરૂ બસેવું પસંદ નથી. જ્યારે તેને કોઈ કામ નથી હોતું ત્યારે પણ પોતાના શરીરને આમ-તેમ મરોડીને શીખ્યાં કરે છે.

એટલું જ નહી તે પોતાના પગથી લેપટોપ ચલાવે છે, લેખન કરે છે અને બીજી બધાં કામ પણ ખૂબ સરળતાથી કરી લે છે. પોતાના ઉત્તમ મરડાવાના (સુપર ફ્લેક્સિબલ બોડી) પગલે રોક્સી સોશિયલ મીડિયા પર અત્યંત પ્રખ્યાત છે. તેને ઈન્સ્ટાગ્રામ પર હજારો લોકો ફોલો કરે છે.

રોક્સી પોતાના જમણા પગથી જ્યારે પુસ્તકમાં લખે છે તો તેનું લેખાણ પણ નથી બગડતુ અને લેપટોપ ચલાવે છે ત્યારે પણ પોતાના જમણા પગનો ઉપયોગ કરે છે. એક રીતે તે પોતાના રોજિંદા બધાં કામ પગની મદદથી કરી શકે છે.

રોક્સીને સ્ટ્રેચિંગ અને અભ્યાસ એક સાથે કરવું ગમે છે. આથી તેમનો ઘણો સમય પણ વચે છે. રોક્સીનું સપનું છે કે દુનિયાની સૌથી લચીલી યુવતી બને, બસ આ જ દિશામાં તે ખૂબ મહેનત પણ કરી રહી છે. રોક્સી હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તેની આવડત લોકોને હેરાન કરતી રહે છે. આ લચીલી બાળકીની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. આ જોઈ લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરે છે. કેટલાક લોકો તો કહી દે છે કે આ યુવતીમાં હાડકાં છે કે નહીં?
