65 હજાર પ્રાથમિક શિક્ષકોનો ઘટશે પગાર, જાણો કેવી રીતે?

65 હજાર પ્રાથમિક શિક્ષકોનો ઘટશે પગાર, જાણો કેવી રીતે?

પ્રાથમિક શિક્ષક પગાર: રાજ્યમાં શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવામાં આવતા અમદાવાદના શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે 4200થી ઘટાડીને 2800 કરવામાં આવ્યો છે. જે ગ્રેડ પે ઘટાડતા 65 હજાર શિક્ષકોને અસર થશે. 2010થી ભરતી કરાયેલા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ 2800 કરાયું છે. વર્ષ 2019માં સરકારે પરિપત્ર દ્વારા ગ્રેડ પે ઘટાડયો છે. જેને લઇને શિક્ષકોએ પોતાના હક માટે #4200gujarat કેમ્પઈન શરૂ કર્યું છે. શિક્ષણમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી રાજૂઆત છતાં પરિણામ શૂન્ય છે.

અત્યાર સુધી ફી વધારા અને શાળા સંચાલકોની મનમાની સામે વાલીઓ સરકાર સામે મેદાનમાં હતા. પરંતુ હવે રાજ્યના 65 હજારથી વધું શિક્ષકો પોતાની સાથે થઈ રહેલા અન્યાયને લઈને મેદાનમાં આવવાની તૈયારીમાં છે. કારણ કે, શિક્ષકોના ઉચ્ચતમ પગારનું ધોરણ રાજ્ય સરકારે 2800 રૂપિયા નક્કી કર્યું છે. જોકે આ પગાર ધોરણ માત્ર 2010 પછી ભરતી કરાયેલા શિક્ષકો માટે લાગુ કરાયું છે. જેના વિરોધમાં શિક્ષકો મેદાનમાં આવ્યા છે. શિક્ષકોની માગ છે કે, તેમને પણ પહેલાની જેમ 4200 રૂપિયા જ ગ્રેડ પે મળવો જોઈએ.

સરકારના આ નિર્ણય સામે વિરોધ કેમ ?

1994થી પ્રાથમિક શિક્ષકોને નોકરીમાં નવ વર્ષ બાદ 4200 ગ્રેડ પે મળતો હતો પરંતુ ગુજરાત સરકારે વર્ષ 2019માં એક પરિપત્ર બહાર પાડયો કે, હવે વર્ષ 2010 બાદ જે શિક્ષકોની ભરતી થઈ હોય તેમને નવ વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતમ પગાર ધોરણ તરીકે 2800 ગ્રેડ પે જ મળશે. એટલે 2010 પછી ભરતી થયેલા 65 હજાર શિક્ષકો પર તેની સિધિ અસર પડશે. તેવામાં શિક્ષકોએ 2800 નહીં પરંતુ પહેલાની જેમ 4200 ગ્રેડ પે માટે માગ કરી છે.

શિક્ષકોએ સરકાર સામે સવાલો પણ ઉઠાવ્યા છે કે, જે 4200 ગ્રેડ પે હતો તેને 2800 કેમ કરી દેવાયો? શિક્ષકો સાથે ક્યાં સુધી અન્યાય કરતા રહેશો? કેમ રાતો-રાત પરિપત્ર બહાર પાડયો? કેમ અન્ય વિભાગોમાં ગ્રેડ પે ન ઘટાડાયો? ગ્રેડ પે સિસ્ટમમાં ફેરફાર કરવાથી શિક્ષકોને આર્થિકફટકો પડશે તેનો કેમ વિચાર ન આવ્યો? 65 હજાર શિક્ષકોના પરિવાર સાથે અન્યાય શા માટે?

શિક્ષકોએ પોતાની સાથે થઈ રહેલા અન્યાયને લઈને હાલ સરકારના પરિપત્રના વિરોધમાં “#4200 GUJARAT” થી કેમ્પેઈન પણ શરૂ કર્યું છે. કારણ કે, શિક્ષમંત્રીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કર્યા બાદ પણ કોઈ પરિણામ નથી મળ્યું.

7 thoughts on “65 હજાર પ્રાથમિક શિક્ષકોનો ઘટશે પગાર, જાણો કેવી રીતે?

  1. Thanks for sharing superb informations. Your web-site is so cool. I am impressed by the details that you?¦ve on this blog. It reveals how nicely you perceive this subject. Bookmarked this website page, will come back for more articles. You, my pal, ROCK! I found just the info I already searched all over the place and just couldn’t come across. What a great site.

  2. Heya i’m for the first time here. I came across this board and I to find It really useful & it helped me out much. I am hoping to offer one thing again and help others like you aided me.

  3. There are some fascinating deadlines in this article however I don’t know if I see all of them middle to heart. There’s some validity but I will take maintain opinion until I look into it further. Good article , thanks and we want extra! Added to FeedBurner as nicely

  4. Hi, just required you to know I he added your site to my Google bookmarks due to your layout. But seriously, I believe your internet site has 1 in the freshest theme I??ve came across. It extremely helps make reading your blog significantly easier.

  5. After study just a few of the weblog posts in your website now, and I actually like your manner of blogging. I bookmarked it to my bookmark website record and might be checking again soon. Pls take a look at my web page as nicely and let me know what you think.

Leave a Reply

Your email address will not be published.