23 વર્ષ પહેલા 1998માં સલમાન ખાન સાથે ફિલ્મ ”જબ પ્યાર કિસી સે હોતા હૈ”થી ડેબ્યૂ કરનારી અભિનેત્રી નમ્રતા શિરોડકર 49 વર્ષની થઈ ગઈ છે. 22 જાન્યુઆરી, 1972માં મુંબઈમાં જન્મેલી નમ્રાત અભિનેત્રી શિલ્પા શિરોડરકરની બહેન છે. સલમાન ખાન સાથે ડેબ્યૂ કર્યા બાદ નમ્રતાના ભાગ્યમાં કેટલીક સારી ફ્લિમ આવી પરંતુ તેની ક્રેડિત નમ્રતાથી વધું ફિલ્મના અભિનેતાને મળી. આ જ કારણ છે કે ધીમે-ધીમે તેના કરિયરનો ગ્રાફ નીચે આવવા લાગ્યો. 2001થી 2004ના વચ્ચે તેમણે 13 ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તમામ નિષ્ફળ રહી. આ રીતે 1998માં શરૂ થયેલું તેનું ફિલ્મ કરિયર માત્ર 6 વર્ષમાં જ સમાપ્ત થઈ ગયું હતું.
ફિલ્મોમાં સતત નિષ્ફળતા કારણ કે નમ્રતાએ 10 ફેબ્રુઆરી, 2005માં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કરી લીધાં. બંનેની પહેલી મુલાકાત 2000માં ફિલ્મ ‘વામસી’ના સેપ પર થઈ હતી. પાંચ વર્ષ સુધી એક-બીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. નમ્રતાનો પતિ મહેશ બાબૂ તેનાથી ઉંમરમાં 3 વર્ષ નાનો છે. નમ્રતા જ્યાં, 49 વર્ષની થઈ ગઈ છે, ત્યાં મહેશ બાબૂ હાલ 46 વર્ષનો છે.

નમ્રતા અને મહેશ બાબુના બે બાળકો ગૌતમ કૃષ્ણા અને દિકરી સિતારા છે. દિકરો ગૌતમનો જન્મ 31 ઓગસ્ટ, 2006માં થયો હતો. તેમજ 6 વર્ષ બાદ નમ્રતાએ 20 જુલાઈ, 2012માં દિકરી સિતારાને જન્મ આપ્યો. લગ્ન બાદ હવે નમ્રતા પતિ સાથે હૈદરાબાદમાં રહે છે.

જણાવી દઈએ કે 1993માં મિસ ઈન્ડિયાનો તાજ જીત્યા બાદ નમ્રતા ખૂબ ચર્ચામાં આવી હતી. તે મિસ યૂનિવર્સ સ્પર્ધકમાં પણ પાંચમા નંબર પર રહી હતી. બ્યૂટી કન્ટેસ્ટ જીતવા અને થોડા વર્ષ મોડલિંગ કર્યા બાદ નમ્રતાઓ ફિલ્મો તરફ વળી હતી. નમ્રતાએ પોતાના કરિયરમાં મેરે દો મનમોલ રતન, હીરો હિંદુસ્તાની, કચ્ચે ધાગે, પુકાર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

તેમજ નમ્રતાનો પતિ મહેશ બાબૂ સાઉથનો સુપરસ્ટાર છે. 9 ઓગસ્ટ, 1975માં ચેન્નઈમાં જન્મેલા મહેશ બાબૂએ માત્ર વર્ષની ઉંમરમાં જેમ કે ચાઈલ્ડ આર્ટિસ્ટ ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. 1990 સુધી કેટલીક ફિલ્મો કામ કર્યા બાગ તેણે કોલેજનો અભ્યાસ પૂર્ણ કરવા માટે વિરામ લીધો હતો.

મહેશા બાબૂએ 1999માં લીડ અભિનેતા તરીકે રાજા કુમારુથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની અભિનેત્રી પ્રિતી જિન્ટા હતી. ફિલ્મ સુપરહિટ રહી હતી. જે બાદ તેણે મુરારી (2001), ઓક્કાજૂ (2003), અર્જુન (2004), પોકિરી (2006), બિઝનેસમેન (2012), સહિત ફિલ્મોમાં કામ ર્યું છે.

I contributed this on my fb, and my followers loved it.
I’m sending it to some buddies ans additionally sharing in delicious. And certainly, thank you in your effort!