સંકષ્ટી ચતુર્થી હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. માન્યતાનુસાર, કોઈ પણ શુભકાર્ય કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ફાગણ મહિના કૃષ્ણપક્ષની સંષ્ટીચતુર્થી 2 માર્ચ 2021 મંગળવારે છે. જે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી પણ કહેવાય છે.
એવું માનવામાં આવે છે કે, દ્વિજપ્રિય ગણપતિના સ્વરૂપમાં ભગવાન ગણેશને ચાર મસ્તક અને ચાર ભુજાઓ છે. ભગવાન ગણેશના સ્વરૂપની આરાધના કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવતી હતી. તેમના ભગવાન ગણેશની વિશેશ કૃપા રહે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
ભગવાન ગણેશને અન્ય દેવતાઓની સરખામણીએ પ્રથન પૂજનીય ગણવામાંઆવે છે. તેમને બુદ્ધિ,બળ અને વિવેકનો દેવતાનું સ્થાન મળ્યું છે. ભગવાન ગણેશ પોતાના ભક્તોની તમામ મુશ્કેલીઓને દૂર કરે છે. એટલે તેમને સંકટમોચન કહેવામાં આવે છે. આમ, હિંન્દુ પરંપરામાં ઘણાં વ્રત હોય છે પણ ભગવાન ગણેશમાં થનાર સંકષ્ટી ચતુર્થી ખૂબ જાણીતી છે.
ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્તીને અંગારક ચતુર્થીનું વ્રત કહેવામાં આવે છે. આ ચતુર્થી ભગવાન ગણેશને સમર્પિત છે. એટલે આ દિવસને વિઘ્ન વિનાશક ભગવાન ગણેશન પૂજા કહેવાય છે. એવી માન્યતા છે કે, અંગારકી ચતુર્થીનું વ્રત કરવાથી આખું વર્ષ ચતુર્થી વ્રતનું ફળ મળે છે.
હિન્દુ પંચાગ અનુસાર, મહિનામાં બે ચતુર્થી તિથિ હોય છે. એક શુક્લ પક્ષમાં જેને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે અને બીજું કૃષ્ણ પક્ષમાં જેને સંકષ્ટિ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ માઘી મહિનાની સંકષ્ટિ ચતુર્થીનું તમામ ચતુર્થીમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે. જેને સ્થાનિક ભાષામાં સંકટ ચોથ, માઘી ચોથ, અને તિલકૂટ ચોથ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. સંકષ્ટિ ચતુર્થી એટલે ચતુર્થી કે સંકટનો અંત છે. આ દિવસે ભગવાન ગણેશની સાથે ભગવાન શિવ, માતા પાર્વતી, કાર્તિકેય, નંદી અને ચંદ્ર દેવની પૂજા કરવાનો નિયમ છે.
આ વર્ષે 2 માર્ચ 2021ના રોજ સંકષ્ટી આવે છે. આ દિવસ ભગવાન ગણેશની આારાધના કરવામાં આવે છે. શાસ્ત્રઅનુસાર, માઘ મહિનામાં આવનાર દક્ષિણી રાજ્યોમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
ચતુર્થી તિથિ આરંભ 2 માર્ચ 2021 દિવસ મંગળવારે સવારે 5.45 કલાકથી શરૂ થશે. જ્યારે 3 માર્ચ 2021ના દિવસે બુધવારની રાત્રે 2.59 કલાકે પર્ણ થશે.
સંકષ્ટી ચતુર્થી ઘણાં નામ છે. ઘણી જગ્યાએ આ વ્રતને સંકટહારા પણ કહેવાય છે તો કોઈ સંકટ ચોથી સહિત અને નામથી પણ ચતુર્થીને ઓળખવામાં આવે છે. જેમાંથી આ પર્વ મંગળવારના દિવસે આવે છે, તેને અંગારકી ચતુર્થી કહેવામાંઆવે છે.
અંગારકી ચતુર્થી 6 મહિનામાં એકવાર આવે છે. આ દિવસે વ્રત કરવાથી તમામ જાતકોને સંકષ્ટીનો લાભ મળે છે. દક્ષિણ ભારતમાં લોકો આ દિવસને ઉત્સાહપૂર્વક ઉજવે છે. કહેવાય છે કે, આ દિવસે ભગવાન ગણેશનું સાચા મનથી ધ્યાન કરવાથી વ્યક્તિની બધી મનોકામના પૂર્ણ થાય છે.
વ્રતની રીત
સવારે વહેલાં સ્નાનાદી પતાવીને પૂજા માટે તૈયાર થઇ જાઓ, પૂજા માટે ગણેશજીની મૂર્તી તેયાર કરી લો. બપોરના સમે પોતાની ઇચ્છાનુસાર સોના, ચાંદી, પિતળ, સ્ટીલ કે માટીની પ્રતિમાની સ્થાપના કરો. ગણેશજીને સિંદૂર ચઢાવો, કંકૂ-ચોખા અને ફૂલ ચઢાવતી વખતે મનમાં ગણેશમંત્ર ઓમ ગં ગણપતયે નમ:નો જાપ કરો. ગણપતિજીને બુંદીના 21 લાડુનો પ્રસાદ ધરાવો. એમાં એક લાડુ મુર્તી પાસે મુકો અને 5 લાડુ બ્રાહ્મણોને દાન કરી દો. બાકીના લાડુ પ્રસાદ તરીકે વહેંચી દો. પૂજામાં ગણેશસ્ત્રોત, અથર્વશીર્ષ, સંકટનાશન સ્ત્રોત વગેરેનું પઠન કરો. બ્રાહ્મણોને ભોજન કરાવો અને દક્ષિણા આપો. સાંજે જમીને વ્રત ખોલો. શક્ય હોય તો ઉપવાસ કરો. આ વ્રતનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી ભગવાન ગણેશ અવશ્ય પ્રસન્ન થાય છે.
ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ કામ…
અંગારકી સંકષ્ટ ચતુર્થી, ગણેશ ઉપાસના માટેનો વિશેષ દિવસ ગણવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે ‘ગણેશયાગ’ કરાવે છે. એટલું જ નહીં ગણેશ ઉપાસકો ‘ગણપતિ અથર્વશીર્ષ’, ‘સંકષ્ટનાશન ગણેશસ્તોત્ર’ વગેરે સ્તોત્રનું પઠન કરીને વિધ્નહર્તા દેવને પ્રસન્ન કરે છે.
આજનાં દિવસે ઓમ્ ગં ગણપતયે નમઃ – આ મંત્રની યથાશક્તિ માળા પણ કરવામાં આવે તો ભક્તને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે જે કોઈપણ વ્યકિતને પોતાના મહત્ત્વના કાર્યોમાં અવારનવાર વિધ્ન કે મુશ્કેલી પડતી હોય અથવા કાર્ય વારંવાર અધૂરા રહેતા હોય ત્યારે તેમણે શ્રદ્ધાપૂર્વક આ ચોથ કરવાથી અટકેલાં કાર્યો કે વિધ્નો ગણેશજીની કૃપાથી દૂર થાય છે. આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગણેશજીને દૂર્વા, લાલ ફૂલ અર્પણ કરવામાં આવે છે તો મોદક પણ ધરાવવામાં આવે છે.
સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા…
પૌરાણિક કથા અનુસાર, એક દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી નર્મદા નદીના કિનારે બેઠા હતાં, ત્યારે મા પાર્વતીએ ભગવાન શિવને ચૌપડ રમવાનું કહ્યું. રમત શરુ થઈ અને હારજીતનો પ્રશ્ન ઉઠવા લાગ્યાં. જેનો જવાબ મેળવવા માટે ભગવાને માટીથી એક બાળક બનાવ્યું અને બંનેએ આદેશ કર્યો કે, રમત જોઈને કહે કે, કોણ હાર્યુ અને કોણ જીત્યું??રમતની શરૂઆતમાં મા પાર્વતી જીતી રહ્યાં હતાં. પરંતુ એકવાર બાળકે ભૂલથી મા પાર્વતનીને હાર્યા હોવાનું જણાવ્યું. મા પાર્વતી બાળકની આ ભૂલ ગુસ્સે થઈ ગયા અને તેને લંગડા થવાનો શ્રાપ આપી દીધો.બાળકે પોતાની ભૂલને બદલે માતાને માફી માંગી.
મા પાર્વતીએ શ્રાપ તો પાછી ન લઈ શકી પણ તેમણે બાળકને તેની સમસ્યાનું નિવારણ બતાવ્યું અને કહ્યું કે, સંકષ્ટી ચતુર્થીના દિવસે સાચા મનથી વ્રત કરવાથી તેની મુશ્કેલીનું નિવારણ આવશે. બાળકે વ્રત કરીને ગણેશજી પ્રસન્ન કર્યા વરદાન મેળવ્યું. ત્યારબાદ તેણ ભગવાન શંકર અને પાર્વતીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ જ્યારે કૈલાશ પહોંચ્યો ત્યારે તેને ભગવાન શિવ એકલાં જ મળ્યાં હતા. મા પાર્વતી રિસાઈને જતા રહ્યાં હતા.શિવજીએ બાળકને આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે સમગ્ર વાત જણાવી. પછી ભગવાન શિવજીએ પણ આ વ્રત કર્યુ હતું અને મા પાર્વતી પરત આવી ગયા હતાં.
Your article helped me a lot, thanks for the information. I also like your blog theme, can you tell me how you did it?