દુનિયામાં ગુનાની ઘણી ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે. જેમાંથી કેટલાક મામલો તો એટલા ભયનાક હોય છે. જેના પર વિશ્વાસ કરવો કદાચ અશક્ય જ હોય છે. આવો જ ખૌફનાક મામલો હાલ બ્રાઝિલથી સામે આવ્યો છે. ત્યાંની નિવાસી એક મહિલાએ તેની જ પાંચ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારી તેની આંખ અને જીભ ખાઈ ગઈ. મહિલાને શંકા હતી કે તેની દીકરી ઉપર કોઈ ભૂતનો પડછાયો હતો. જેના કારણે તેણે તેની દીકરીને મારીને ખાઈ ગઈ. જ્યારે પોલીસએ મહિલાની ધરપકડ કરી, તો તે દીકરીના બાજુમાં બેસીને મંત્ર વાંચી રહી હતી. જોકે પોલીસે બાળકીના મૃતદેહને પોસમોર્ટમ માટે મોકલી દીધો.

બ્રાઝિલમાં એક પાંચ વર્ષની બાળકની દર્દનાક હત્યાએ બધાંને ચોકાવી દીધા. બાળકીની નિર્દય માતા એ જ તેની આંખ અને જીભ કાપી નાંખી. જે બાદ ચાવીને તેનું માંસ ખાવા લાગી.મહિલાની ઓળખ જોસીમારે ગોમ્સ તરીકે થઈ. મહિલા બ્રાઝિલના મારવિલ્હામાં તેની પાંચ વર્ષની દીકરી બ્રેન્ડા દા સિલ્વા અને તેના પિતા સાથે રહેતી હતી. ઘટનાના દિવસે જોસીમારે તેની દીકરીને લઈને બાથરૂમમાં લાવી અને અડધી કલાક સુધી તેનું માંસ ખાતી રહી.

જોસીમારેની માએ જ પોલીસને સવારના ચાર વાગ્યે જ ફોન કરી દીધો હતો. જ્યારે પોલીસ ત્યાં પહોચી ત્યાસુધીમાં જોસીમારે તેની દીકરીના હત્યા કરી નાંખી હતી. તેણે માસૂમની આંખોને અને જીભને અડધી ખાઈ ગઈ હતી.રિપોર્ટ પ્રમાણે, જ્યારે જોસીમારેને પોલીસે બાથરૂમમાંથી નીકાળી ત્યારે તે નશામાં હતી. તેના મોંમાં તેની દીકરીની જીભ હતી. સાથે જ તે દેખાવમાં કદરૂપી જોવા મળી હતી. જોસીમારેના પિતાએ જ્યારે બાથરૂમથી લોહી નીકળતા જોયું ત્યારે પોલીસને તેની જાણકારી આપી હતી. તેણે જ દરવાજો તોડીને ખોલ્યો હતો. અંદર કાતર પડી હતી અને માસૂમની આંખો નીકાળેલી હતી. આવું દ્રશ્ય જોઈ જોસીમારેના પિતા ડરી ગયાં હતાં.

પોલીસ દ્વારા પકડાય જવા પર જોસીમારે કહ્યું કે તેણે તેની દીકરીને નથી મારી. તેની દીકરી જીવે છે. ફક્ત અંદર ઘુસેલા શેતાનની હત્યા તેણે કરી છે. જોસીમારે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જણાવવામાં આવે છે કે મહિલાને માનસિક સમસ્યા છે. તે ડિપ્રેશમાં છે અને તેને પેનિક એટેક આવે છે.