દુનિયમાં જો ક્યાય નકર છે, તે તો અત્યારે પણ અમેરિકામાં છે ! આ કોઈ કહાની નહી, પરંતુ વાત દુનિયાની સૌથી રહસ્યમયી અને ખતરનાક જેલ ગ્વાંતનામોની થઈ રહી છે. આ જેલ વિશ્વભરમાં ચર્ચાઓનું કેન્દ્ર રહી છે. અહી કેદીઓ સાથે અમાનવીય રીતે જે હેરાન કરવામાં આવે તે ડરામણુ છે. આ જેલ હવે ફરીથી મીડિયાની મુખ્ય ખબરોમાં સામેલ છે. રોયટર્સ એન્જસીના પ્રમાણે, અમેરિકાના રાષ્ટ્રપતિ જે બાઈડેન આ ‘નરક’ પર તાળુ લગાવવાની તૈયારી કરી રહ્યાં છે. જોકે આથી પહેલા સરકાર રિવ્યૂ કરશે. ત્યારબાદ થોડાક મહિનામાં આ જેલ બંધ કરવામાં આવી શકે છે. બાઈડેને પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ આ જેલને બંધ કરવાની વાત કરી હતી. માનવાધિકાર કાર્યકર્તા તેને અમેરિકાના માથા પર એક કલંક માને છે. માનવામાં આવી રહ્યું છે, આ જેલમાં પણ હાલમાં પાકિસ્તાન અને અફગાનિસ્તાનના ઘણાં આતંકવાદી સહિત લગભગ 40 ખૂંખાર અપરાધી કેદ છે. ન્યૂયોર્કના 9/11 ( 11 સપ્ટેમ્બર, 2001) આંતકી હુમલા પછી ગ્વાંતનામો બે જેલને ખોલવામાં આવી હતી. આ જેલ ખતનાક સેન્ટર બનીને સામે આવી. તેના કેદીઓની ઓળખ છે નારંગી પોશાક. જાણીએ શું છે આ નરક…
20 જાન્યુઆરી, 2002ના રોજ કેરેબિયાઈ દેશ ક્યૂબાના ગ્વાંતનામોમાં આ જેલ ખોલવામાં આવી હતી. ક્યૂબામાં યુ.એસ નેવલ બેસ પર હાજર આ લશ્કરી જેલ દુનિયાની સૌથી મોંઘી અને સૌથી ખતરનાક જેલ માનવામાં આવે છે. અહી એવા કેદીઓને લાવીને રાખવામાં આવે છે, જેના પર જિનીવા સંમેલન નિયમ અથવા અમેરિકા કાયદો લાગૂ નથી પડતો. આ જેલમાં અલગ-અલગ દેશોના અત્યારે પણ ઘણાં કેદી છે. 2002માં આ જેલથી છુટેલા અફગાનિસ્તાનના ત્રણ કેદીઓએ જેલની ભયંકર હકીકત જણાવી હતી.

ગ્વાંતનામો બે જેલ (Guantanamo Bay detention camp)ને ક્યૂબાની જે જમીન પર ખોલવામાં આવી, તેને અમેરિકાએ 1930માં લીજ પર લાવી હતી. ગ્વાંતનામો બે જેલમાં 779 કેદીઓને પિંજરામાં બંધ કરીને રાખવામાં આવ્યાં હતાં. રાષ્ટ્રપતિ બન્યા પછી બરાક ઓબામાએ આ જેલ બંધ કરાવવાની કોશિશ કરી, પરંતુ તે નિષ્ફળ રહ્યાં.

આ જેલની મોટાભાગની સૂચનાઓ બહાર નથી આવતી. કહેવામાં આવે છે કે જેલમાં બંધ દરેક કેદી પર સરકાર 5 કરોડ રૂપિયા ખર્ચ કરે છે, આ જ જેલમાં 9/11ની કાવતરું રચનારા પાકિસ્તાની આતંકવાદી ખાલિફ શેર મુહમ્મદને પણ રાખવામાં આવ્યો હતો. અમેરિકાએ તેની જેમ અન્ય આતંકવાદીઓને પણ અહી લાવીને બંધ કર્યા હતાં.

2002થી પહેલા ગ્વાંતનામો બે જેલમાં કેદીઓ સાથે શું થઈ રહ્યું છે, તેની કોઈને ખબર ન હતી. પરંતુ એક કેદી છૂટ્યા પછી ખુલાસો કર્યો હતો કે અહી તેને સાંકળથી બાંધીને રાખવામાં આવ્યો હતો. કેદીઓને પિંજરામાં બંધ કરીને રાખવામાં આવતાં હતાં. 2002માં જેલની કેટલીક તસવીર વાયરલ થઈ હતી.

જ્યારે બરાક ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ હતાં, ત્યારે તેણે ગ્વાંતનામો બે જેલને દુનિયાની સૌથી મોંઘી જેલ કહી હતી. આ જેલને ખોલવા પાછળ અમેરિકાનો ફક્ત એક હેતુ હતો કે કોઈ પણ ચરમપંથી અમેરિકા પર આંખ ન ઉઠાવે.
ગ્વાંતનામો બે જેલમાં કેદીઓને ફક્ત શારીરિક ત્રાસ જ નહતો આપવામાં આવતો, પરંતુ માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો, છતાં તેના મોટાભાગની વાતો બહાર ન આવી શકી. હવે તેને બંધ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જેના પગલે ફરી આ જેલ ચર્ચામાં છે.
Do you mind if I quote a couple of your posts as long as I provide credit and sources back to your weblog?
My blog site is in the exact same niche as yours and
my users would definitely benefit from a lot of the information you present
here. Please let me know if this okay with you.
Regards!
That’s why I mentioned in my article that there must be a unified voice…physicians,nurses, patients, anyone involved in healthcare… to bend the ear of the corporate leaders of health systems. Why should they bother to be concerned when everything appears to be going along just fine for them. Patients are growing tired of waiting a minimum of 4 weeks or more to see their primary care doctor(in some cases it’s 4 months) let alone getting an appointment with a specialist, doctors and nurses are overworked and never able to catch up, healthcare staff dwindling in numbers due to burnout and going elsewhere for employment or simply dropping out altogether. Silence will surely not accomplish anything, except to tell corporate healthcare leadersthat the status quo is perfectly okay.