બોલીવૂડમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આજે ભલે આ દુનિયામાં નથી, પરંતુ તેના ચાહકો આજે પણ તેને એટલો જ પ્રેમ કરે છે. આમ તો સુશાંતની આત્મહત્યા મામલાએ આખું બોલીવૂડને હલાવી નાખ્યું હતું અને ઘણાં પ્રકારના પ્રશ્ન ઉઠાવવા લાગ્યાં હતાં. જોકે હવે તેમના અવસાનના લાંબા સમય વીતિ ચુક્યો છે, પરંતુ તેના ચાહકો આજે પણ ન્યાયની માંગ કરતા જોવા મળે છે.

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસની તપાસ સીબીઆઈના હાથોમાં છે, પરંતુ સીબીઆઈએ અત્યારસુધી આ મામલામાં કોઈ અંતિમ નિર્ણય નથી સંભળાવ્યો. જોકે સીબીઆઈએ એ માન્યું છે કે સુશાંતે આત્મહત્યા કરી છે. જોકે સુશાંતના મોતના દુખથી તેનો પરિવાર અત્યાર સુધી બહાર નથી આવ્યો. સુશાંતની કમી તેના પરિવારવાળાને ખૂબ જ છતાવી રહી છે.
સ્વાભાવિક વાત છે કે પરિવારને એક યુવાન દીકારની કમી હંમેશા મહેસુસ થાય છે. ન ફક્ત સુશાંતના પિતા પરંતુ તેની બહેન પણ સુશાંતને ખૂબ યાદ કરે છે અને હંમેશા સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલી પોસ્ટ શેર કરે છે. આ જ અંતર્ગત સુશાંતની બહેન શ્વેતા સિંહે એકવાર ફરી પોતાના ભાઈની યાદમાં દિલ સ્પર્શી જનારી પોસ્ટ કરી છે.
શ્વેતા સિંહના આ વીડિયોથી આ વાતનો અંદાજો લગાવી શકાય છે કે તેને પોતાના ભાઈની કેટલી કમી રાખી રહી છે. સાથે જ આ પોસ્ટ એ વાતનો પુરાવા પણ છે કે સુશાંતના મોત પછી ભલે જ દુનિયા આગળ વધી ગઈ હોય, પરંતુ સુશાંતનો પરિવાર પોતાના દીકારાની કમીને ક્યારેય નહી ભૂલી શકે. આવો શ્વેતાએ પોતાના ભાઈ સુશાંતની યાદમાં શું લખ્યું છે.
શ્વેતા સિંહે સુશાંતની યાદમાં કરી હૃદય સ્પર્શ કરનારી પોસ્ટ
સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિની પોસ્ટથી તેના ચાહકની આંખો ભરાય ગઈ. વાસ્તવમાં શ્વેતાએ સુશાંતની એક પ્રેમાળ તસવીર શેર કરતા કેપ્શન લખ્યું છે. તેણે સુશાંતની તસવીર સાથે કેપ્શન લખ્યું, ક્યાં ચાલ્યો ગયો બેબી… પરત આવી જાઓ… 8 મહિના થઈ ગયાં. આ 8 મહિનામાં ન મે તને જોયો છે અને ન સાંભળ્યો છે. પ્લીઝ પરત આવી જાઓ. શ્વેતા સિંહ કીર્તિની આ ભાવુક પોસ્ટ પછી તેના ફેન્સ કોમેન્ટ કરી રહ્યાં છે અને પોતાના હીરોને યાદ કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે 14 જૂન 2020ના રોજ સુશાંત મુંબઈના બ્રાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં મૃત મળ્યો હતો. આ ખબરે આખા દેશને હચમચાવી નાંખ્યો અને ત્યારબાદ આ મામલામાં લોકોના અલગ અલગ નિવેદન બનવા લાગ્યાં. સુશાંતના ફેન્સ સતત સોશિયલ મીડિયા પર તેના માટે ન્યાયની માંગ કરવા લાગ્યાં. ત્યારબાદ સુશાંત સુસાઈડ કેસ સીબીઆઈના હાથોમાં ચાલ્યો ગયો. આવી સ્થિતિમાં જોવાનું રહેશે કે હવે સીબીઆઈ આ મામલામાં પોતાનો અંતિમ રિપોર્ટ શું કહે છે.