શરૂઆત હંમેશા શૂન્યથી જ થાય છે. આ કહાની યૂપીના લખનઉની રહેવાસી બે બહેનોની છે, જે ગરીબ પરિવારમાં ઉછરેલી. પિતા સુઈ દોરોની નાની દુકાન ચલાવતા હતા, પરંતુ બંને બહેનનોએ અભ્યા,.પછી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તે ડિઝાનર સેન્ડલ બેચે છે. તેના પાસે આજે ઘણાં દેશોથી ઓનલાઈન ઓર્ડર આવે છે. ત્યારે બંને બહેનો મળીને વર્ષમાં રૂ. 3થી 4 લાખ આસાનીથી કમાય લે છે. પરિણિતા ચોપડા જેવી હસ્તી પણ તેના ડિઝાઈનર સેન્ડલ પહેરે છે. બંને બહેનોએ આ સ્ટાર્ટઅપ 4 વર્ષ પહેલા શરૂ કર્યું હતું. કહાની શરૂ થાય છે, 27 વર્ષની નાજિશથી. તેણે બીકોમ કર્યું છે. તે ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટે અથવા બેંક અધિકારી બનવા માંગતી હતી, પરંતુ જ્યારે પારિવારીક પરિસ્થિતિઓથી આવું ન થઈ શક્યું, તો તેણે પોતાના ભાઈની શીખામણ પર ઓનલાઈન બિઝનેસ પર ધ્યાન દોર્યું.

નાજિશ જણાવે છે કે તેના પિતાએ ક્યારેય તેનો અભ્યાસ અટકાવ્યો નથી. હવે તે પોતાની બહેન ઈંશા સાથે મળીને આ સ્ટાર્ટઅપ ચલાવે છે. નાજિશ આગળ જણાવે છે કે 2016માં તેના ભાઈએ ઓનલાઈન બિઝનેસની સલાહ આપી હતી. નાજિશ અને ઈંશા પહેલા ઘરે શોખમાં સેન્ડલ ડિઝાઈન કરતી હતી. આ સેન્ડલ પાડોસી ખરીદી લેતાં હતાં.

નાજિશ જણાવે છે કે તેણે પોતાના જુસ્સાને બિઝનેસમાં બદલવાનું વિચાર્યું. સૌથી પહેલા કોલ્હાપુરી સેન્ડલ પર પોતાની ડિઝાઈન કરી. કોલ્હાપુરી સેન્ડલની બજારમાં ભારે માંગ છે. ઈંશા અત્યારે ગ્રેજ્યુએશન કરી રહી છે. તેણે પણ નાજિશનો સાથે આપ્યો. નાજિશ જણાવ્યા પ્રમાણે તેણે માતા પાસેથી 300 રૂપિયા લીધાં હતાં અને બજારમાંથી એક સેન્ડલ ખરીદીને લાવી. સૌથી પહેલા તેના પર પોતાની ક્રિએટીવિટી દેખાડી.

નાજિશ કહે છે કે ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને લગભગ 4 મહિના પછી તેણે પહેલા ઓર્ડર મળ્યાં. નાજિશએ સોશિયલ મીડિયા પર ‘Talking Toe’ નામથી પોતાનું પેઈજ બનાવ્યું છે. તેના પર ડિઝાનર સેન્ડલના ફોટા પોસ્ટ કરે છે. હવે તેને દુબઈ, અમેરિકા, યૂકે, ઈટલી, સિંગાપુર, મોરીશસ વગેરે દેશોથી પણ ઓર્ડર મળી રહ્યાં છે.

નાજિશ અને ઈંશા અત્યાસુધીમાં 15000થી વધું ડિઝાઈનર સેન્ડલ બનાવી ચુકી છે. હવે તો લોકો પોતાની પસંદની ડિઝાઈન પણ મોકલે છે. નાજિશએ હવે 4 લોકોને કામ પર રાખેલા છે. તેને તે દર મહિને 10000 રૂપિયા પગાર આપે છે. એટલે કે હવે બે બહેનો બીજાને પણ રોજગાર આપી રહી છે. નાજિશ જણાવે છે કે કોલ્હાપુરી સેન્ડલનો વ્યવસાય ઘણો વ્યાપક છે. અનુમાન છે કે 25 લાખ લોકો તેની સાથે જોડાયેલા છે. નાજિશ કહે છે કે ઓનલાઈન બિઝનેસના જમાનામાં શોપ ખોલવાની જરૂરીયાત નથી.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good. https://accounts.binance.com/uk-UA/register-person?ref=S5H7X3LP