14 જાન્યુઆરી, ગુરૂવારે સૂર્ય રાશિ પરિવર્તન કરી ધનથી મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યની આ રાશિ પરિવર્તન ખૂબ જ ખાસ હોય છે, કારણ કે આ સમય સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણની તરફ ગતિ કરે છે. સૂર્યનો આ ગોચરની અસર તમામ રાશિઓ પર જુદી રીતે જોવામાં મળશે. જાણો કેવી હશે તમારી રાશિ પર અસર…
મેષ રાશિ
કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ અને સફળતા મળશે. જે લોકો નોકરી બદલવા વિશે વિચારી રહ્યાં છે, તેના માટે આ સમય ઉત્તમ રહેશે. પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થઈ શકે છે. કોઈ અશુભ સમાચાર સાંભળવા મળી શકે છે.
વૃષભ રાશિ
સૂર્યની રાશિ બદલવાથી મિશ્રિત ફળની પ્રાપ્તિ થશે. માતાના આરોગ્યને લઈને ચિંતા રહેશે. જીવનસાથી અથવા પ્રેમીથી વિવાદ થઈ શકે છે. કાર્યક્ષેત્રથી જોડાયેલી યાત્રા કરવા તમારા માટે લાભદાયી રહેશે.
મિથુન રાશિ
નોકરી વ્યવસાયમાં સફળતા મેળવવા માટે વધું મહેનત કરવી પડશે. નવી નોકરીની તલાશ પૂરી શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખવું પડશે. સાસરિયા પક્ષથી વિવાદ થઈ શકે છે.
કર્ક રાશિ
મુશ્કેલીઓ અને માનસિક તણાવ પહેલાથી વધી શકે છે. તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે. બિઝનેસથી જોડાયેલી કોઈ યાત્રા થઈ શકે છે. કાનૂની વિવાદમાં ધન ખર્ચ કરવો પડી શકે છે.
સિંહ રાશિ
સૂર્યનું રાશિ પરિવર્તન વિદ્યાર્થી માટે સારૂ સાબિત થશે. ધન લાભનો યોગ બની રહ્યો છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વ્યવસાયમાં કોઈ મોટી લાભદાયી સોદા થઈ શકે છે. સમય તમારા પક્ષમાં રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિ વાળા માટે સૂર્યનું રાશિ પરિવર્તન યોગ્ય નહી રહે. આ સમય પ્રવાસ ન કરો તો સારૂ રહેશે. આર્થિક નુકસાન થઈ શકે છે. સંતાનના ખરાબ આરોગ્યના કારણ ચિંતા વધી શકે છે.
તુલા રાશિ
આર્થિક રીતથી સૂર્યનો ગોચર સામાન્યથી શ્રેષ્ઠ સાબિત થશે. ઘર પર મહેમાનનું આગમન પણ શકે છે. સ્વાસ્થયને લઈને જરા પણ બેદરકારી ન રાખો.
વૃશ્ચિક રાશિ
ભાગ્યનો સાથ મળશે અને ઘણાં કાર્યમાં સફળતા પણ મળશે. દુશ્મન સક્રિય રહેશે, પણ તમારૂ કઈ બગાડી નહી શકે. સગા-વ્હાલાથી મદદ મળશે. કોઈ લાભદાયી યાત્રા થઈ શકે છે.
ધન રાશિ
શુભ પરિણામ મળી શકે છે. પૈસાથી જોડાયેલી બાબતમાં ઉકેલ આવી શકે છે અને ફાયદો પણ થશે. તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. નાની અવધિની યોજનાઓમાં મૂડી રોકાણ કરવું લાભદાયી રહેશે.
મકર રાશિ
સ્વાસ્થ્યથી જોડાયેલી કેટલીક તકલીફ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ પડકારનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં અચાનક લાભ થવાની સંભાવના છે. વિદ્યાર્થી માટે આ સમય ઉત્તમ ફળ આપનારૂ રહેશે.
કુંભ રાશિ
વ્યવસાયમાં કોઈ નવું રોકાણ ન કરો. ધન હાનિનો યોગ બની રહ્યો છે. આ સમય તમે કોઈ કાયદેસર મામમલાં પણ ફસાય શકો છો. જે પણ કરો, સમજી-વિચારીને કરો. વિદ્યાર્થી માટે પણ યોગ્ય નથી.
મીન રાશિ
તમારા અધૂરા કામ આ સમય પૂરા થઈ શકે છે. નોકરીમાં અધિકારીઓની પ્રશંસા સાથે પ્રમોશન પણ મળી શકે છે. આવકનો સ્ત્રોત વધી શકે છે. તમારી કાર્ય ક્ષમતમાં વધારો થશે.