ડાયરેક્ટર પંકજ પારાશરની ફિલ્મ ”તુમકો ના ભૂલ પાએગે”ની રિલીઝને 19 વર્ષ પૂરા થઈ ગયાં છે. આ ફિલ્મ 22 ફેબ્રુઆરી,2002માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સલમાન ખાન, સુષ્મિતા સેન, દીયા મિર્જા, ઈંદર કુમાર લીડ રોલમાં હતાં. ફિલ્મએ એવરેજ કમાઈ હતી. જોકે ગીત ઘણું પ્રખ્યાત હતું. વાત ફિલ્મની કરીએ તો ત્યાં સલમાન ખાન અત્યારે પણ ફિલ્મોમાં એક્ટિવ છે, તેમજ સુષ્મિતા સેનનું ફિલ્મી કરિયર ખૂબ ખાસ નથી. તે અંતિમ વાર 2010માં આવેલી ફિલ્મ ” નો પ્રોબ્લેમમાં ” જોવા મળી આવી હતી. જોકે 2020માં તેણે ડિજીટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું અને તે આર્યા નામની વેબ સીરિજમાં જોવા મળી. મિસ યૂનિવર્સ રહી ચૂકેલી સુષ્મિતા પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તે હંમેશા પોતાના ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટ કરતા વીડિયો શેર કરતી રહે છે.
ખૂબ ઓછા લોકો જાણે છે કે સુષ્મિતાનું જીવન એક સમય એવું આવ્યું હતું જ્યારે તેમની સ્થિતિ ખૂબ વધુ ખરાબ થઈ ગઈ હતી. તેણે ખૂદને જીવિંત રાખવા માટે સ્ટેરોયડ (મેટબોલિજ્મ અને ઈમ્યૂનિટીને યોગ્ય કરવા ઉપરાંત સ્નાયુઓ અને હાડકાંને વધારવા સાથોસાથ પીડા અથવા અન્ય દવાઓના રીતે ઉપયોગ કરવામાં આવે છે)ની મદદ લેવી પડતી હતી.

સુષ્મિતાને પણ એક સમય હંમેશા સ્ટેરોયડ લેવી પડતી હતી. કારણ કે તેના શરીરે કોર્ટિસોલ નામનું એક હોર્મોન બનવાનું બંધ કરી દીધું હતું. તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, તેના શરીરના અંગ એક-એક કરીને કામ કરવાનું બંધ કરી રહ્યું હતું.

તેણે જણાવ્યું હતુ તેનો ચહેરો ખૂબ પડતો જઈ રહ્યો હતો અને શરીરને જીવિત રહેવા માટે સ્ટેરોયડ પર નિર્ભર થવું પડતું હતું. જેનો મતબલ એ હતો કે મને હાઈડ્રોકાર્ટિસોન નામની એક દવા સતત લેવી પડતી હતી, જે એક સ્ટેરોયડ છે. જીવિત રહેવા માટે આ દવા દર 8 કલાકે લેવી પડતી હતી.
સુષ્મિતાએ જણાવ્યું હતું- તેના વાળ ખરવા લાગ્યાં હતાં. તેના ચહેરો પીળો પડવા લાગ્યો હતો. તે ખૂબ બીમાર હતી. સ્ટેરોયડ લેવાથી વજન પણ પ્રભાવિત થતું હતું. પછી તેણે બીમારીથી લડવાનો નિર્ણય કર્યો અને યોગ કરવાનું શરૂ કર્યું. એકવાર તો તેની સ્થિતિ એટલી ખરાબ થઈ હતી કે હોસ્પિટલ લઈને જવી પડી હતી. બાદમાં તેણે ધીમે-ધીમે ખૂદને સાચવી.

જણાવી દઈએ કે 1994 માં સુષ્મિતા સેનના માથા પર મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. જે પછી તેણે 1996માં બોલીવૂડમાં પગલા માંડ્યાં. ફિલ્મ દસ્તકે ડેબ્યૂ કર્યા પછી સુષ્મિતાએ જોર, સિર્ફ તુમ, હિન્દુસ્તાની કસમ, બીવી નં વન, ક્યોં… મૈં ઝૂઠ નહીં બોલતા, આંખે, મૈં હૂં ના, મૈંને પ્યાર ક્યોં કિયા, બેવફા જેવી ફિલ્મોમાં કામ કર્યું.
સુષ્મિતાએ સલમાન ખાન, શાહરૂખ ખાન, સની દેઓલ, ગોવિંદા, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગણ, અનિલ કપૂર, મિથુન ચક્રવર્તી જેવી સ્ટાર્ટ સાથે સ્ક્રીન શેર કર્યા છતાં તે ફિલ્મી દુનિયામાં સફળતા પ્રાપ્ત ન કરી શકી.
તમને જણાવી દઈએ કે 45 વર્ષની સુષ્મિતા સેન અત્યારે લગ્ન નથી કર્યા. તેણે માત્ર 24 વર્ષની ઉંમરમાં મોટી દીકરી રિનીને 2000માં ગોદ લીધી હતી. તેણે આ નિર્ણયે બધાંને ચોકાવી દીધા હતાં. 2010માં તેણે બીજી દીકરી અલીશાને ગોદ લીધી.