વેલેન્ટાઈન્સ ડે પહેલા જ જેઠાલાલથી ગુસ્સે થઈ બબીતાજી, ફેંકી દીધો ટપ્પૂના પાપાનો ફૂલગજરો
વેલેન્ટાઈન્સ ડે પહેલા જ જેઠાલાલથી ગુસ્સે થઈ બબીતાજી, ફેંકી દીધો ટપ્પૂના પાપાનો ફૂલગજરો

વેલેન્ટાઈન્સ ડે પહેલા જ જેઠાલાલથી ગુસ્સે થઈ બબીતાજી, ફેંકી દીધો ટપ્પૂના પાપાનો ફૂલગજરો

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સૌથી પ્રખ્યાત શો છે. આ શો છેલ્લા ઘણાં વર્ષોથી લોકોને મનોરંજન કરાવી રહ્યો છે. દર્શકોને મોજ કરાવનારા આ શોના કલાકાર પણ ખૂબ પ્રખ્યાત છે. હાલના દિવસોમાં તે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. શોમાં જેઠાલાલ અને બબીતાજીનો અભિનય દર્શકોને ખૂબ ગમે છે. પરંતુ આ વખતે એવું શું બન્યું કે બબીતાજીને જેઠાલાલ પર એટલા ગુસ્સો આવ્યો કે તેને ખૂબ ખરૂ-ખોટું સાંભળવું પડ્યું.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના આવનારા એપિસોડમાં જોવા મળશે કે બબીતાજી અને જેઠાલાલ વચ્ચે જોરદાર ઝઘડો થઈ ગયો છે. બબીતાજી ગુસ્સામાં જેઠાલાલને ખૂબ ખરૂ-ખોટું સંભળાવે છે અને ફૂલનો ગજરો પણ જેઠાલાલના મોં પર ફેંકીને મારે છે.

તેના પર જેઠાલાલ બબીતાજીથી માફી પણ માંગે છે પરંતુ બબીતાજીનો ગુસ્સા ઓછો થવાનું નામ જ નથી લઈ રહ્યો. જેઠાલાલ અને બબીતાજી વચ્ચેની ઝઘડાનું કારણ પણ બંનેના સંબંઝની જેમ અનોખું છે. જેને જોવા દર્શનકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ ઝઘડાનું કારણ પણ હેરાન કરનારૂ છે.

તમને જણાવી દઈએ કે શોમાં બબીતાજી અને અય્યરને ઈમરજન્સીમાં થોડી દવાઓની જરૂર હોય છે, જેના માટે તે જેઠાલાલથી મદદ માંગે છે. પરંતુ જેઠાલાલ સમયસર દવાઓ પહોચાડવામાં નિષ્ફળ નિવડે છે. આ વિલંબ બબીતાજીના ગુસ્સાનું કારણ બની જાય છે. તેને એટલો ગુસ્સો આવી જાય છે તે જેઠાલાલને ઘરથી બહાર જવા માટે કહે છે.

બબીતાજીએ આગળ કહે છે કે તેને આ દવાઓ સમયસર મળવી ખૂબ જરૂરી હતી. બબીતાજીનો આટલો ગુસ્સો શોમાં પહેલા વાર જોવા મળી રહ્યો છે. જેઠાલાલ બબીતાજીને મનાવવા માટે ફૂલનો ગજરો પણ લઈને આવે છે, પરંતુ તે ફૂલનો ગજરો પણ બહાર ફેંકી દે છે. હવે દર્શકોને આતુરતાથી રાહ છે કે જેઠાલાલ કઈ રીતે બબીતાજીના ગુસ્સાને શાંત કરે છે, આ એપિસોડ જોવો ઘણાં રસપ્રદ હશે.

Leave a Reply

Your email address will not be published.