એનિમલ રાઈટ ગ્રુપ PETAએ થાઈલેન્ડમાં દર વર્ષે થનારી કોબરા ગોલ્ડ એક્સરસાઈઝના ફોટા દુનિયા સામે શેર કર્યાં છે. સાથે આ વર્ષથી ફેસ્ટ પર પ્રતિબંધ લાગવાની તૈયારી છે. PETAએ કહ્યું કે કોરોના મહામારી દરમિયાન આ પ્રકારની ઈવેન્ટ કોઈ બીજી જીવલેણ મહામારીને આમંત્રણ ન આપી દે . જણાવી દઈએ કે મુર્ગિઓને હાથથી મારવી, સાંપને કાંચો જ પડીને ચાવી જવો અને વિંછી-મકડા ખાવા સામેલ છે. આ ઉપરાંત આ ટ્રુપ્સ કોબરાનું લોહી પીવે છે. આ બધું લીલા જંગલોમાં સર્વાઈવ કરવાની ટ્રેનિંગનો ભાગ હોય છે. તેમાં હોસ્ટ હોય છે થાઈલેન્ડના રોયલ થાઈ મરીનના સૈનિક.

તેને પાણીની કમીના કારણ થનારી સમસ્યાથી છુટકારો મેળવવા માટે કોબરાનુ લોહી પીવડાવવામાં આવે છે. ગત વર્ષે આ એક્સસાઈઝમાં અમેરિકાના 45 સો જવાન સામેલ થયાં હતાં. સાથે સિંગાપુર, ચીન, જાપાન, સાઉથ કોરિયા, ઈન્ડોનેશિયા અને મેલેશિયાની મિલિટ્રી પણ તેનો ભાગ બની હતી. પરંતુ હવે PETA તેના પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે.
આ આર્મી ડ્રિલમાં સૈનિક જીવતા સાંપ ખાઈ છે. સાથે જ તેનું તાજું લોહી પીવે છે. એવામાં PETAના પ્રમાણે, આથી નવી મહામારી ફેલવવાની પૂરી શક્યતા છે.

થાઈલેન્ડના જંગલોમાં ઘણાં દેશના સૈનિક એકત્રિત થાય છે. ત્યાં એક્સટ્રીમ કંડીશનમાં સર્વાઈવ કરવાની રીત તેને શીખવાડમાં આવે છે. આ ટ્રેનિંગ દર વર્ષે આપવામાં આવે છે.

કોવિડ 19 પણ ચામાચિડીયાના માંસને ખાવાથી માણસના અંદર આવ્યો હતો. એવામાં PETAને ડર છે કે ટ્રેનિંગના નામ પર સાપ-વિંછી ખાવાથી ક્યાંક કોઈ નવી મહામારી ન ફેલાય. ટ્રેનિંગમાં આ રીતે પીવડાવવામાં આવે છે સાપનું લોહી. ટ્રેનિંગ દરમિયાન મિલિટ્રી જવાનોને એક્સટ્રીમ કંડીશનમાં સર્વાઈવ કરવાનું શીખવાડવામાં આવે છે.

આ ટ્રેનિંગમાં થાઈ મરીન અન્ય દેશોથી આવેલા જવાનોને દરેક પ્રકારની ટિપ્સ અને ટ્રિક્સ સમજાવે છે. ટ્રેનિંગમાં અમેરીકના જવાન કોબરા ખાય છે. આ વર્ષે ટ્રેનિંગ શરૂ થતા પહેલા PETAએ તેને રોકવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેનું કહેવું છે કે ક્યાંક આ કારણથી બીજી મહામારી ન ફેલાય જાય.

ટ્રેનિંગ દરમિયાન જીવિતા વિંછી પણ જવાનો ખાય છે. PETAનું કહેવું છે કે 75 ટકા મહામારીઓ જાનવરો દ્વારા ફેલાય છે. એવામાં આ એક્સસાઈઝ પર પ્રતિબંધ લગાવવો જરૂરી છે. જવાનોને સાપનું લોહી પીવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. WHOએ પણ માન્યું કે આ રીતની ટ્રેનિંગને તાત્કાલિક રદ્દ કરી દેવી જોઈએ.

આ આગળ ઘણાં પ્રકારની બીમારીઓ ફેલાવી શકે છે. તેમજ EcoHealth Allianceના પ્રમાણે, દુનિયામાં 1.67 મિલિયન વાયરસ છે જે પ્રાણીના માણસમાં ફેલાય શકે છે. એવામાં આ પ્રકારની મિલિટ્રી એક્ટિવિટીજથી સમસ્યા અત્યંત વધી શકે છે.