સૌ લોકો તંદુરસ્ત રહેવા ઈચ્છા હોય છે, આ માટે લોકો ઘણાં ફળનું ખાતા હોય છે. શિયાળાની ઋતુમાં સરળાતાથી મળતા જામફળ લોકો ખૂબ ખાતા હોય છે. ઠંડીના દિવસોમાં આ ફળ લોકોને ખૂબ પસંદ આવે છે આ ફળ સ્વાદમાં તો ખૂબ જ સારૂ હોય જ છે તેની સાથે આ આરોગ્ય માટે પણ બહું લાભદાયી હોય છે. ઘણાં લોકો તેને જમરૂખ પણ કહે છે. આ ફળ જુદી-જુદી રીતના મળી આવે છે. કેટલાક જામફળ એકદમ નરમ હોય છે, તેમજ કેટલાક તો લીલા હોય છે પરંતુ અંદરથી તે લાલથી નિકળે છે. તો આજે જાણીએ જામફળ ખાવાથી શું શું ફાયદા થાય છે.
કેન્સર રોગમાં મદદગાર
જામફળમાં વિટામિન સી સાથોસાથ લાઈકોપીન હોય છે. આ બંને એન્ટીઓક્ટીડેન્ટ જેમાં મળી આવે છે, તેનું સેવન કેન્સરનો ખતરો ઓછો કરે છે. જામફળ ખાવાથી વધતા કેન્સર કોષોને રોકી શકાય છે.

દાંતની પીડાથી રાહત
જામફળના ફળની જેમ જ તેના પાદડામાં પણ ખૂબ ગુણ હોય છે. કહેવામાં આવે છે કે જામફળના પાદડામાં એન્ટી-માઈક્રોબિયલ, એન્ટી-ઈન્ફેમેટરી અને એનાલ્જેસિક તત્વ હોય છે. આ બધાં તત્વ દાંતના દર્દમાં આરામ આપવામાં મદદ કરે છે. દાંત દર્દમાં જામફળના પાનને ગરમ પાણીમાં ઉકાળીને અને પછી પાનનો ઉપયોગમાં લઈ શકાય. આ રીતે પ્રયોગ કરવાથી દાંતની પીડામાં રાહત મળશે.
રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો
જામફળ વિટામીન સીનો સારો સ્ત્રો છે. જામફળમાં સંતરાની તુલનામાં ચાર ગણુ વધારે વિટામિન સી મળી આવે છે. વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ માટે જમરૂખ ખાવાથી સામાન્ય સંક્રમણ અને અનેક બીમારીઓથી આસાનીથી બચી શકાય છે.