સામાન્યરીતે જોવામાં આવે છે કે, ભારતીય લગ્નઓ વગર ઝઘડાએ પૂરા થઈ જ શકતા નથી, આમ તો તમે લગ્નમાં થયેલા ઘણાં કિસ્સા વિશે સાંભળ્યું હશે, પરંતુ આજે જે કિસ્સો જણાવવાના છે, તેને જાણીને તમને પણ ચોકી જશો.
મહોબા જિલ્લાના રહેવાસી કાણીચરણ રાજપૂતની દિકરી તીજાના લગ્ન જય હિન્દ સાથે નક્કી થયાં હતાં. નક્કી કરેલા દિવસે અકૌની ગામથી જાન દુલ્હનના માંડવે પહોચી હતી. પછી જાનૈયાને નાશ્તો આપ્યાં બાદ કોઈ મહિલાએ જાનૈયાને કહ્યું કે દુલ્હનના શરીર પર સફેદ દાગ છે. આ સાંભળી દૂલ્હા પક્ષે જાન પરત લઈ જવાનો નિર્ણય કર્યો.
તેમજ નવવધૂ પિતાએ પોલીસને ફોન કર્યો. ત્યારબાદ પોલીસ વર અને નવવધૂ પક્ષને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પછી બંને પક્ષની મહિલાઓ સાથે દુલ્હનને એક રૂમમાં મોકલવામાં આવી. જોકે તે બાદ એ સત્ય સામે આવ્યું કે દુલ્હનના શરીર પર એક પણ દાગ નહતો. આ અંગે મહિલાઓએ જ્યારે વરરાજાને હકીકત કહી તો તેને પોતાની ભૂલનો અનુભવ થયો.
વરરાજાએ માફી માંગતા કહ્યું કે તેને કોઈની વાતો માની ન લેવી જોઈએ. ત્યારબાદ વરરાજાએ કીધું કે હું મારી ભૂલ પર ખૂબ શરમિંદા છું અને હવે હું આ જ યુવતીથી જ લગ્ન કરવા માંગુ છું. પછી પોલીસે બંને પક્ષોની સંમતિથી પોલીસ સ્ટેશનના મંદિરમાં બંનેના લગ્ન કરાવી દીધાં.
આમ તો તેના અંગે પોલીસનું કહેવું છે કે દુલ્હા પક્ષ દુલ્હન પક્ષની વાત જાણ્યા વગર જ જાન લઈને પરત જઈ રહ્યાં હતાં. જે સાવ અયોગ્ય હતું. એવામાં જો વરરાજા નહી માંનતો તો તેના પર કેસ પણ થઈ શકતો હતો, પણ સદ્દનસીબથી આવું કઈક કરવાની જરૂર ન પડી.