તંત્ર સાધનામાં કાળા તલનું વિશેષ મહત્વ હોય છે. જીવનમાં અમુક પ્રકારની તકલીફને દૂર કરવા માટે જ્યોતિષમાં ઘણાં ઉપાય જણાવવામાં આવે છે. આર્થિક શારીરિક, દુર્ભાગ્ય સહિત ઘણી પ્રકારની પરેશાનીઓ કેટલાક ઉપાયથી દૂર કરી શકાય છે. કાળા તલના ઉપાયથી ભાગ્યના બંધ દ્વાર ખુલી જાય છે. આજે તમને જ્યોતિષથી જોડાયેલા કેટલાક ઉપાય જણાવીશું, આથી તમારા જીવનની તમામ પ્રકારની બાધાઓ દૂર થઈ જશે.
આવો જાણીએ કાળા તલના ચમત્કારીક ઉપાયો વિશે…
-શાસ્ત્રો અનુસા, કુંડળીમાં શનિ દોષ હોય અથવા શનિની સાડાસાતી કે ઢય્યા ચાલી રહી તો કોઈ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિના દોષની શાંતિ થાય છે.
-એવું કહેવામાં આવે છે દરરોજ એક લોટોમાં શુદ્ધ જળ ભરીને અને તેમાં કાળા તલ નાંખો. હવે આ જળને શિવલિંગ પર ૐ નમ: શિવાય મંત્ર જાપ કરતા અર્પણ કરો. જળ પાતળી ધારથી ચઢાવો અને મંત્રનો જાપ કરતાં રહો.
-માન્યતા છે કે જળ અર્પણ કર્યા બાદ ફૂલ અને બિલી પત્ર ચઢાવો. આ ઉપાયથી શુભ ફળ પ્રાપ્ત થવાની સંભાવનાઓ વધે છે.
-નાના બાળકને નજર દોષ લાગે છે તો એક લીંબુને વચ્ચેથી કાપીને તેના એક ભાગ પર કાળા તલ લગાવીને કાળા દોરાથી બાંધી દો. ઉલટી તરફથી લીંબુ રાખીને 7 વાર ઉપરથી ઉતારીને લીંબુને કયાય દૂર જગ્યા પર નાંખી દો. નજર દોષ દૂર થઈ જશે.
-માન્યતા છે કે દૂધમાં કાળા તલ મિક્સ કરીને પીપળા પર ચઢાવો. આથી ખરાબ સમય દૂર થઈ શકે છે. આ ઉપાય દરેક શનિવારે કરવા જોઈએ.
-કાળા તલનું દાન કરો. આથી રાહુ-કેતુ અને શનિનો દુષ્ટ પ્રભાવ ખતમ થાય છે. કાલસર્પ યોગ, સાડાસાતી, ઢય્યા, પિતૃ વગેરેમાં પણ આ ઉપાય કરી શકાય છે.
-દર શનિવારે કાળા તલ, કાળા અડદને કાળા વસ્ત્રમાં બાંધીને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો. આ ઉપાય પૈસાથી જોડાયેલી મુશ્કેલી દૂર થઈ શકે છે.
-દરરોજ શિવલિંગ પર કાળા તલ અર્પણ કરો આથી શનિના દોષ શાંત થાય છે. જૂના સમયથી ચાલી આવેલી બીમારીઓ પણ દૂર થઈ શકે છે.