પતિ અને પત્નીનો સંબંધ અત્યંત નાજુક હોય છે. આ બંનેનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે. જોકે અમુકવાર થોડીક ભૂલ પણ સંબંધમાં તિરાડ લાવે છે. આજકાલ સંબંધ અણસમજના કારણ તૂટવાની અણી પર પહોચી ગયો છે. ઘણીવાર તો છુટાછેડા લેવાનો પણ વારો આવી જાય છે. દાંપત્ય જીવનમાં મધુરતા લાવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યાં છે. લગ્નના થોડા દિવસો પછી પતિ- પત્ની વચ્ચે નાની- નાની વાતોને લઈને ઘરમાં ક્લેશ થવા લાગે છે. ઘણીવાર સંબંધમાં અંતર પણ આવી જાય છે. જો દાંપત્ય જીવનમાં ક્યારેય કોઈ પરેશાની નથી ઈચ્છાતા તો ગુરૂવારે આ આસાન ઉપાય કરવાથી જીવન ખુશીઓથી ભરાશે.
જ્યોતિષ અનુસાર, ગુરૂવારના દિવસે કુમકુમની ડબ્બી માતાજીની પ્રતિમા સામે રાખી દો. ત્યારબાદ માતાજી સામે ઘીનો દીવો પ્રગટાવી પ્રજ્વલિત કરો. આરતી સમાપ્ત થયા પછી કુમકુમની ડબ્બી સ્વયં રાખી લો. ફરી માથા પર આ સિંદૂર લગાઓ. આ ઉપાયથી પતિ અને પત્નીમાં મધુરતા બની રહેશે.
આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીનું સ્મરણ કરવું જોઈએ. ગુરૂવાર ભગવાન વિષ્ણુજીનો જ દિવસ છે. ભગવાન વિષ્ણુજીને સત્યનારાયણ અને લક્ષ્મીનારાયણ નામોથી પણ ઓળખવામાં આવે છે. ગુરૂવારના દિવસે ઘરમાં સત્યનારાયણની કથા રાખવામાં આવે છે આ ન ફક્ત તમારા દાંપત્ય જીવન માટે લાભકારી રહેશે પરંતુ આખા પરિવારની શાંતિમાં પણ ફાયદો થશે.
એવું કહેવામાં આવે છે કે સત્યનારાયણ કથા ઘરમાં કરાવવાથી ઘરની ચારો તરફની નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે. સાથે જ ઘરમાં રહેતા લોકોમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. ધ્યાન રાખો કે કથા કરાવતા સમય પતિદેવનું ઘર પર હોવું જરૂરી છે. આથી તેમનું મન શુદ્ધ થાય છે અને સારા વિચાર બની રહે છે. આ પ્રકાર ઘરના લોકોમાં સુખ-શાંતિ બની રહે છે.
ગુરૂવારે ગુરૂ ગ્રહના નિમિત્ત વ્રત રાખો. જેમાં પીળુ વસ્ત્ર પહેરી તેમજ મીઠા વગરનું ભોજન કરો. ભોજનમાં પીળા રંગની ખાદ્ય જેવા બેસનના લાડુ, કેરી, કેળું આદિ સામેલ કરો. ગુરૂથી જોડાયેલી પીળી વસ્તુઓનું દાન કરો. પીળી વસ્તુ જેમ કે, સોનું, હળદર, ચણાની દાળ, કેરીનું ફળ વગેરે.
ગુરૂની પ્રતિમા અથવા ફોટોને પીળા વસ્ત્ર પર બિરાજમાન કરો. ત્યારબાદ પંચ ઉપચારથી પૂજા કરો. પૂજનમાં કેસરિયા ચંદન, પીળા ચોખ્ખા, પીળુ ફૂલ તેમજ ભોગમાં પીળા પકવાન અથવા ફળ અર્પણ કરો. આરતી કરો. ગુરૂ મંત્રનો જાપ કરો- મંત્ર ઓમ બૃં બૃહસ્પતે નમ:. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ.