અમેરિકાની નિવાસી એક યુવતી ખૂબ દુર્લભ પરેશાનીથી પસાર થઈ રહી છે. વિરસવીયા ગોનચારોવા નામની આ યુવતીને પેન્ટાલોઝી ઓફ કાન્ટ્રેલ નામની કંડીશન છે જેના પગલે તેના ગર્ભમાં જ પેટની સ્નાયુઓ અને પાંસળીઓ ખરાબ રીતથી ઉપસી ગઈ હતી. ગોનચારોવાને પોતાની આ કંડીશનના પગલે કોઈ પીડાનો અનુભવ થતો નથી, પરંતુ જેના લીધે તેનું હૃદય ખુલ્લુ થઈ ચૂક્યું છે.
આ ઉપરાંત તેના હૃદયમાં છિદ્ર પણ છે. ગોનચારોવાને પોતાની ખરાબ તબીયતના કારણે હંમેશા હોસ્પિટલામાં સમય વિતાવવો પડે છે. વર્ષ 2021ની શરૂઆતમાં તેનું ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઝડપથી ઘટવા લાગ્યું હતું. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ પહોચાડવામાં આવી હતી અને છેલ્લા બે અઠવાડિયામાં હોસ્પિટલામાં સારવાર લીધાં બાદ ગોનચારોવાનું ઓક્સીજનનું સ્તર સામાન્ય થયું હતું.
વર્ષ 2015માં દારીએ રશિયાથી અમેરિકા આવવાનો નિર્ણય કર્યો હતો. તેને અપેક્ષા હતી કે તે અમેરિકામાં પોતાની દિકરી માટે સર્જરી કરાવી શકશે. જેથી તેના હૃદયનું છિદ્ર બંધ થઈ શકે અને તેની દિકરી એક સામાન્ય જીવન જીવી શકશે. જોકે ગોનચારોવાના હાઈ બ્લડ પ્રેશરના પગલે તેના ફેફસાની ધમનીઓ પર અસર પડે છે, એટલા માટે આ સર્જરી પણ શક્ય ન થઈ શકી.
ગોનચારોવા કહે છે કે કયારેયક-કયારેય તેનું ઓક્સિજનનું સ્તર ખૂબ ઘટી જાય છે, જેથી તેને ચક્કર આવવા જેવો અનુભવ થાય છે. છતાં તે એક્ટિવ રહેવાનું પસંદ કરે છે અને તેને પોતાના મિત્રો સાથે ડાન્સ કરવો અને ગાવાનું પસંદ કરે છે. જોકે કોરોના કાળના પગલે તે આ વર્ષે પોતાના મિત્રો સાથે વધું સમય વિતાવી નથી શકી.
ગોનચારોવા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે અને તે હંમેશા પોતાની માઁ સાથે તસવીર શેર કરે છે. જેના દ્વારા પોતાના જીવન સાથે જોડાયેલી અપડેટ્સ પોતાના ફોલોઅર્સ સાથે શેર કરે છે. ગોનચારોવાના ઈન્સ્ટાગ્રામ પર ઘણાં પોઝિટિવ મેસેજ મળે છે અને તે લોકોની સકારાત્મક પ્રતિક્રિયાઓ વધીને ખૂબ ખુશ હોય છે. ગોનચારોવાનું કહેવું છે કે ભલે તેનું હૃદય અન્ય લોકોથી ખૂબ અલગ હોય પરંતુ આ અનન્ય છે અને તેને આ પસંદ છે.