એક શરીર, પણ બે જીવ , બે ચહેરા અને બે હાથ આ કુદરતના ચમત્કાર કમ નથી, આ વિશ્વાસ ન થતો હોય તો તમારી આંખોથી જોઈ લો આ તસવીરને. આ છે પંજાબના અમૃતસર નિવાસી બે ભાઈ સોહણા અને મોહણા. દિલ્હીના સુચેતા ક્રપલાની હોસ્પિટલમાં 14 જૂન 2003ના રોજ એકબીજાથી જોડાયેલા બે બાળકનો જન્મ થયો હતો. ડોક્ટરે કહ્યું હતું કે તેમને અલગ નહી કરી શકાય. તેમનું બચવું મુશ્કેલ છે, પરંતુ તેવી તમામ આશંકાઓને ખોટી સાબિત કરીને આ બે બાળકોનો સપ્ટેમ્બરમાં જન્મદિવસ પણ હતો.
જણાવી દઈએ કે બંનેનું શરીર એક છે, બે ચહેરા, ચાર હાથ સામાન્ય બાળકોની જેમ ચાલે છે, પરંતુ બે પગ બે અલગ-અલગ મગજો કામ કરે છે. તેમનું માથું, છાતી, હૃદય, ફેફસાં અને કરોડરજ્જુ અલગ અલગ છે, પરંતુ કિડની લીવર અને મૂત્રાશય સહિત શરીરના બીજા અંગ એક જ છે. આજના અત્યંત આધુનિક યુગમાં પણ સોહણ-મોહણ ડોક્ટરો માટે પડકાર બનેલા છે.

ન્યરો સર્જન ડો. મુકુલ વર્માનું માનવું છે કે બે લાખ બાળકોના જન્મ પછી એકબીજાથી જોડાયેલું એક બાળક પેદા થાય છે. આવા અડધાથી વધું બાળક જન્મના ચોવીસ કલાક પછી દમ તોડી નાંખે છે, પરંતુ સોહણ મોહણ એક ચેલેન્જ છે. તેમને અલગ નથી કરવામાં આવતા, પરંતુ તેને જોઈને એ નથી લાગતું કે કોઈ મુશ્કેલી છે. આ તંદુરસ્ત છે અને આરામનું જીવન જીવી રહ્યાં છે.

સોહણ મોહણનો જન્મ જ્યારે થયો હતો, તો માતા-પિતા કામિની અને સુરજીત કુમારે હોસ્ટપિલથી તેમને કોઈ એવી સંસ્થાને આપવા કહ્યું જે તેના સારી સારસંભાળ કરી શકે. તેની જાણકારી જ્યારે નિરાધાર અને બીમારોની સેવામાં જોડાયેલા સંસ્થા પિંગલવાડાને લાગી તો તેણે આ બાળકોની જવાબદારી લીધી અને સાથે લઈ ગઈ. બંનેની પસંદગી પણ અલગ અલગ છે. સોહણ શિક્ષક બનવા માંગે છે તો મોહણ ડોક્ટર. સોહણને રમવું પસંદ છે તો મોહણને આરામ પસંદ છે, પરંતુ તેણે ક્યારેય પણ ભગવાનથી દલીલ કરતા નથી સાંભતા કે હે ભગવાન અમે આ રીતે કેમ બનાવ્યાં.