ટીવીની નાગિનના નામથી પ્રખ્યાત હસનંદાનીએ 9 ફેબ્રુઆરીના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મના 12 દિવસ પછી તેણે પોતાના લાડલાનો ચહેરો દેખાડ્યો છે. એટલું જ નહીં અનીતાએ પોતાના પુત્રનું નામ શું રાખ્યું છે એ વાતનો પણ ખુલાસો ઈન્સ્ટાગ્રામ પર કર્યો છે. તમને જણાવી દઈએ કે અનીતાએ પોતાના દીકરાનું નામ આરવ રાખ્યું છે. અનીતાએ પતિ રોહિત રેડ્ડી સાથે વાળો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં અનીતા બેબી બંપ પર નજર આવી રહી છે, ત્યાર પછી અનીતા અને રોહિત આરવને ગોદમાં લઈને નજર આવે છે. આ વીડિયોને શેર કરતા અનીતાએ લખ્યુ, આમારો દીકરો આરવ આવી ચૂક્યો છે.
રોહિતે જેવો જ આ વીડિયો શેર કર્યો ચાહકો સાથે ટીવી હસ્તીની કોમેન્ટ આવવા લાગી. બંનેની પોસ્ટ પર મૌની રોય, હિના ખાન, અંકિતા લોખંડે, સુરભિ જ્યોતિ, કરણવીર બોહરા, કિશ્વર મર્ચેંટ, રાજ કુંદ્રા, રૂસલાન મુમતાજ અને અંકિતા ભાર્ગવે કોમેન્ટ કર્યુ અને શુભેચ્છા આપી.

ઓક્ટોમ્બર 2020માં અનીતાએ પતિ સાથે એ જાણકારી આપી કે તે માતા બનવાની છે. આ પહેલીવાર હતું જ્યારે અનીતાએ બેબી બંપ ફ્લોન્ટ કર્યું હતું. અનીતાએ પ્રેગ્નેન્સી દરમિયાન કેટલાક ફોટોશૂટ પણ કરાવ્યાં હતાં, જેના ફોટા તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતાં.

તમને જણાવી દઈએ કે અનીતા લગ્નના 7 વર્ષ પછી ગર્ભવતી થઈ છે. અનીતાએ 2013માં બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે ગોવામાં લગ્ન કર્યા હતાં. બંનેની પ્રેમ કહાની અત્યંત રસપ્રદ છે. પહેલીવાર બંનેની મુલાકાત જિમમાં થઈ હતી.

ત્યારબાદ તે હંમેશા જિમમાં મળ્યાં હતાં, પરંતુ ક્યારેય બંનેની વાત ન થઈ અને આ દરમિયાન રોહિતને અનીતા સાથે પ્રેમ થઈ ગયો. થોડા સમય પછી રોહિતે અનીતાને એક પબ બહાર પોતાની કારની રાહ જોતા જોતા અને તેને પ્રપોઝ કર્યું, તેનાથી અનીતા હેરાન રહી ગઈ.
રોહિત ત્યાં સુધી એ નહતો જાણતો કે અનીતા જાણીતી ટીવી અભિનેત્રી છે. ત્યારપછી બંને મિત્ર બન્યાં અને તેના વચ્ચે વાતચીત શરૂ થઈ. ટૂંક સમયમાં જ અનીતા અને રોહિતે એક-બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું અને યુગલે લગ્ન કર્યાં.

તમને જણાવી દઈએ કે ટીવીની ડ્રામા ક્વિનના નામથી ફેમશ એકતા કપૂરે પોતાની અભિનેત્રી અનીતાની ગોદ ભરાઈ પર ગ્રેન્ડ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં અનીતા પીળા રંગનું ગાઉન પહેરીને પતિ સાથે પહોચી હતી.

અનીતાના કરિયરની વાત કરીએ તો તે ફિલ્મથી લઈને ઘણી ટીવી શોમાં કામ કરી ચૂકી છે. જોકે, અનીતાનું ફિલ્મી કરિયર કઈ ખાસ નથી રહ્યું, પરંતુ તે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પોતાની છાપ છોડવામાં સફળ રહી છે. તેણે નાના પડદા પર પ્રખ્યાત શો કર્યો છે. જેમાં કભી સૌતન કભી સહેલી, કોઈ અપના સા, કુમકુમ-એક પ્યારા સા બંધન, યે હૈ મોહબ્બતેં, કવ્યાંજલી, ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી, નાગિન-3 અને નાગિન 4માં કામ કર્યું છે.