ઉત્તર પ્રદેશના બરેલીમાં એક મહિલા લગ્નના 2 વર્ષ પછી માતા બની, પરંતુ આ મહિલાના પતિએ બાળકનું નામ આપવાથી ના પાડી દીધું અને સાથે જ ચરિત્ર પર ઘણાં પ્રશ્ન પણ ઉભા કર્યા. પતિએ પત્નીના ચરિત્રને ખોટું સાબિત કરતા કહ્યું કે બાળક તેનું નથી. પતિના અનુસાર, લગ્ન પછી તેણે સુહાગરાત જ નથી મનાવી. તો બાળક કેમ આવી ગયું. જોકે પત્નીએ પતિના આ તમામ આરોપને ખોટા પાડી દીધાં. આ આખા મામલો ઈજ્જતનગર થાણા વિસ્તારના પ્રેમનગરનો છે.
પીડિતા યુવતીએ આ મામલામાં પોતાનો પક્ષ રાખતા કહ્યું કે તેનો પતિ આ બધું તેને બદનામ કરવા માટે કરી રહ્યો છે. પીડિતા અનુસાર, દહેજ ઓછું આપવાના કારણથી શરૂઆતથી જ સાસરિયા વાળા તેને બદનામ કરવા લાગ્યાં છે. તેમજ હવે આ લોકો બાળકને નથી અપનાવી રહ્યાં. પતિના આ આરોપોથી તંગ આવીને પીડિતાએ તેના વિરૂધ કેસ પણ નોધાવ્યો છે.
પ્રેમનગર વિસ્તારની રહેવાસી પીડિતાના લગ્ન વર્ષ 2017માં ઈજ્જતનગર વિસ્તારના એક યુવક સાથે થયાં હતાં. આરોપ છે કે લગ્નના બે દિવસ સુધી તેના પતિએ તેના સાથે સુહાગરાત ન મનાવી. સાથે જ લગ્ન પછી સાસરિયાવાળા દહેજ માટે પરેશાન કરવા લાગ્યાં. પીડિતાએ સુહાગરાત ન હોવાની વાત પોતાની સાસુને જણાવી. ત્યારબાદ સાસુની દખલગીરીના પગલે પતિએ બે દિવસ પછી સુહાગરાત મનાવી. પીડિતાની ફરીયાદના પ્રમાણે, પતિને તેના ઘરવાળાએ મિલકતમાંથી બહાર કરી દીધો હતો. ત્યારબાદ પતિ પોતાની પત્ની સાથે ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. જ્યાં તે ઘણીવાર દારૂ પીને આવતો હતો અને મારપીટ કરતો હતો. પિયરથી દહેજ લાવવા માટે કહેતો હતો. જ્યારે યુવતી માતા બની તો પતિ તેના ચરિત્ર પર પ્રશ્ન કરવા લાગ્યો, કહેવા લાગ્યો કે આ બાળક તેનું નથી.
તેમજ એક દિવસ આરોપી તેને અચાનકથી ભાડાના મકાનમાંથી છોડીને ચાલ્યો ગયો અને ઘરવાળા સાથે રહેવા લાગ્યો. પીડિતાએ વાતચીત દ્વારા આ મુદ્દાને હલ કરવાની ખૂબ પ્રયત્નો કર્યા. પતિના જવા પછી પીડિતાએ સાસરિયા વાળાને પણ મનાવ્યાં પરંતુ બધાં તેની જિદ પર લાગી રહ્યાં. આ લોકો ચરિત્ર પર પ્રશ્ન ઉઠાવવા લાગ્યાં. બધાંથી પરેશાન થઈને પીડિતાએ ઈજ્જતનગર થાણામાં ફરીયાદ કરી હતી.