તમામ દિશાઓનું જ્યોતિષ શાસ્ત્રમાં કોઈને કોઈ રાશિથી સંબંધ હોય છે. એવામાં જ્યાં કોઈ રાશિ માટે કોઈ દિશા શુભ ફળ આપે છે તો તે જ દિશા અન્ય રાશિ માટે હાનિકારક હોય શકે છે.
એવામાં જ્યોતિષ તેમજ વાસ્તુના જાણકારોનું માનવું છે કે જો વ્યક્તિ પોતાની રાશિના અનુસાર ભાગ્યા દિશાનું ધ્યાન રાખીને કામ કરે તો તેનું ન માત્ર આરોગ્ય સારૂ રહેશે, પરંતુ તે તેના કરિયર અને પૈસા માટે પણ લાભદાયી હોય છે. એવામાં આજે અમે તમને રાશિ અનુસાર તેમજ વાસ્તુ અનુસાર તે દિશાઓ વિશે જણાવીશું, જેના સંબંધમાં કહેવામાં આવે છે કે આ દિશાઓ તમને ખૂબ લાભ પહોચાડે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાપ કયા કામ માટે કઈ દિશા શુભ ગણાય
કોઈ પણ નવા કામની શરૂઆત ઉત્તર દિશાની તરફ મોં રાખીને જ કરવું જોઈએ. ઉત્તર દિશાને સફળતાની દિશા માનવામાં આવે છે. ઘરમાં મંદિરમાં પૂજા કરતા સમય દિશા મહત્વ રાખે છે. વાસ્તુ મુજબ, પૂજા કરતા સમય વ્યક્તિનું મોં પશ્ચિમ દિશાની તરફ હોવું શુભ ગણાય છે. જો આવું ન થઈ શકે તો મોં પૂર્વ દિશાની તરફ પણ રાખી શકાય છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ દિવસ-રાત પૂરી લગનથી અભ્યાસ કરે છે. વાસ્તુ નિયમ અનુસાર વિદ્યાર્થીના અભ્યાસ માટે પૂર્વ દિશા શુભ હોય છે. તેને આ દિશાની તરફ મોં રાખીને અભ્યાસ કરવો જોઈએ. દુકાન અથવા ઓફિસમાં કામ કરતા સમય ત્યાં વડાનું મોઢું પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશાની તરફ હોવું સારૂ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર, જમતા સમય પણ દિશાનું ધ્યાન રાખવું જોઈએ. પૂર્વ અને ઉત્તર દિશાની તરફ મોઢું રાખવું સૌથી શ્રેષ્ઠ છે. આથી શરીરને ભોજનથી મળનારી ઉર્જા પૂરી રીતે મળે છે.
દરેક ઘરમાં લોકો ટીવી જુએ છે અને આથી પણ વાસ્તુના નિયમ જોડાયેલો છે. તેના અનુસાર, ઘરમાં ટીવી એવી જગ્યાએ લગાવવી જોઈએ કે તેને જોતા ઘરના સભ્યનો ચહેરો દક્ષિણ અથવા ઉત્તર દક્ષિણ દિશા તરફ હોય. ઘરની ઉત્તર તરફ દક્ષિણ દિશાની તરફ મેઈન ગેટ ન હોવો જોઈએ, ન તો આ દિશાઓમાં બાલકની હોવી જોઈએ. જો આવી રીતે હોય તો તેના પર હંમેશા પડદો લગાવીને રાખો.
તેમજ હવે જાણીએ કે રાશિના અનુસાર તમારા માટે ખાસ દિશા
મેષ રાશિ
તમારી રાશિના સ્વામી મંગળની દિશા દક્ષિણ છે. આ કારણથી દક્ષિણ દિશા તમારા માટે શુભ છે. તમે આ દિશાને ઊંચી રાખો અને પૈસા તેમજ જરૂર કાગળ રાખશો તો આ તમારા માટે શુભ રહે છે.
વૃષભ રાશિ
શુક્રના સ્વામીત્વ વાળી આ રાશિ માટે દક્ષિણ-પૂર્વ દિશા શુભ દિશા સાબિત થશે. આ દિશામાં તમે પાણી ભરાવો, પાણીના ટાંકી(વોટર ટેન્ક) શૌચાલય વગેરે ન રાખો. સાથે જ આ દિશામા નારંગી રંગની કોઈ વસ્તુ રાખો.
મિથુન રાશિ
બુધની આ રાશિ માટે યોગ્ય દિશા ઉત્તર છે. આ દિશાને રંગબેરંગી ફૂલોથી શણગારવી શુભ રહેશે. બાળકો અથવા તમારા અભ્યાસ માટે આ દિશનો ઉપયોગ કરશો તો આ તમારા માટે શુભ રહેશે.
કર્ક રાશિ
સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે, એવામાં તમારા માટે પૂર્વ દિશા સૌથી સારી છે. તમારા ઘરને વાસ્તુ દોષથી મુક્ત રાખવા માટે ભગવાન વિષ્ણુની પૂજા આ દિશામાં કરો. તમે તમારૂ કોમ્પ્યુટર આ દિશામાં રાખી શકો છો.
કન્યા રાશિ
તમારી રાશિના સ્વામી બુધ હોવાથી તમારા માટે ઉત્તર દિશા સૌથી અનુકૂળ છે. આ સ્થાન પર તમે તમારી તિજોરી રાખી શકો છો. જો શક્ય હોય તો તમે આ દિશામાં રસોડું અથવા ભોજન બનાવવાનું કામ ન કરો.
તુલા રાશિ
શુક્રના સ્વામિત્વ વાળી આ રાશિ માટે દક્ષિણ-પૂર્વ દિશા શ્રેષ્ઠ હશે. આ દિશામાં તમે રસોડાનું કામ કરી શકો છો. જો તમે આ દિશામાં સફેદ, સિલ્વર, અને ગોલ્ડન રંગનો ઉપયોગ કરો છો તો ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહેશે.
વૃશ્ચિક રાશિ
મંગળ રાશિ સ્વામી વાળી આ રાશિ માટે દક્ષિણ દિશા શુભ રહેશે. તમે આ દિશાને યોગ્ય રાખશો તો જીવનમાં કયારેક કોઈ પણ વસ્તુની સમસ્યા નહી રહે.
ધન રાશિ
તમારી રાશિના સ્વામી ગુરૂ છે, એવામાં તમારા માટે શુભ દિશા ઈશાન ખુણો (ઉત્તરપૂર્વ),જેને પૂર્વ-ઉત્તર દિશાનો ખૂણાનો રૂપમાં ઓળખવામાં આવે છે. આ દિશાને તમે હંમેશા સાફ રાખો. આ દિશામાં પૂજા કરવાથી તમારા જીવનમાં સુખ-શાંતિ બની રહે છે.
મકર રાશિ
મકર રાશિના સ્વામી શનિ છે આ રાશિ માટે ઘરની પશ્ચિમ દિશા શુભ છે. આ દિશા તમારા માટે ખૂબ ભાગ્યશાળી પણ છે. તમે દરેક દિશામાં શનિ મહારાજની પૂજા કરો. આ દિશામાં તમે ડાયનિંગ રૂમ, બેડરૂમ અથવા સ્ટડી રૂમનો ઉપયોગ કરી શકો છો.
કર્ક રાશિ
ચંદ્રના સ્વામિત્વ વાળી આ રાશિ માટે ઉત્તર-પશ્ચિમ દિશા શુભ રહેશે. આ દિશાનું મુખ્ય તત્વ વાયુ છે. આ દિશામાં તમે તમારો હલ્કો સામાન રાખો. તમે દરેક દિવસે આ દિશામાં ભગવાન શિવની પૂજા કરો.
કુંભ રાશિ
શનિ જ તમારી રાશિના પણ સ્વામી છે, એવામાં તમારા માટે ઘરની પશ્ચિ દિશા શુભ છે. આ દિશાને ભાગ્યશાળી બનાવી રાખવા માટે બાળકના રમકડા રાખો. શક્ય હોય તો આ દિશામાં તમે ક્રિસ્ટલ બોલનો ઉપયોગ કરો.
મીન રાશિ
મીન રાશિના સ્વામી ગુરૂ છે આ રાશિ માટે ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશા શુભ છે. આ બે દિશાઓનું શ્રેષ્ઠ મિલન સ્થાન છે. આ સ્થાન ભગવાન શિવ અને જળનું સ્થાન પણ માનવામાં આવે છે. ઈશાનને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ. આ દિશામાં પાણીની વ્યવસ્થા અવશ્ય રાખો. ચાંદીના ઘડામાં પાણી ભરીને મોતી માળાથી શુસોભિત રાખવાથી જીવનમાં સુખ શાંતિ મળશે.