જ્યારથી વ્હોટ્સ એપ પર પ્રાવઈવેસી લિંક થવાના પ્રશ્નો ઉભા થયા છે, ત્યારથી લોકોને બીજો વિકલ્પ શોધી રહ્યાં હતા. એવામાં સિગ્નલ એપ લોકોની સામે આવતાં દુનિયાના ઘણાં દેશો આ મેસેન્જર એપ તરફ વળી રહ્યાં છે. જી હા..ક્રોસ પ્લેટફોર્મ એન્ક્રિપ્ટ મેસેજિંગ સર્વિસ સિગ્નલ દ્વારા ભારત સહિત દુનિયાનાં ઘણા દેશોમાં એપ સ્ટોરનાં ફ્રી એપ્સ કેટેગરીમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ભારત સહિત જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, હોંગકોંગ, સ્વિત્ઝરલેન્ડ માં પણ સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલ એપ્સ માટે તે પ્રથમ નંબર પર રહ્યું છે.
આપણે સૌ જાણીએ છીએ કે, ફેસબુક હેઠળની મલ્ટીમીડિયા મેસેજિંગ એપ વોટ્સઅપની નવી પ્રાઇવસી પોલિસી 8 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવી છે. જે અનુસાર, યુઝર્સનાં ડેટા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને અન્ય ભાગીદારી કંપની સાથે શેર કરવામાં આવશે. જો કે, કંપનીએ તેના પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ ફક્ત બિઝનેસ એકાઉન્ટ પર લાગુ થશે અને અંગત ચેટ પર કોઈ પ્રભાવ પડશે નહીં.

ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પણ લોકોને સિગ્નલનો ઉપયોગ કરવા માટેનું સૂચન આપતા તેને સુરક્ષિત જણાવ્યું હતું. ત્યારથી યુઝર્સ દ્વારા તેને ડાઉનલોડ કરવાનો સિલસિલો શરૂ થયો હતો. હાલમાં તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “Use Signal”. એટલે કે તેઓ મેસેન્જર એપ સિગ્નલ ને ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યા છે. Signal App પણ વોટ્સઅપની જેમ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે.
સિગ્નલ એપ પોતાના યુઝર્સને સુરક્ષિત મસેજ, અવાજ અને વીડિયો સહિત અનેક ફિચર આપે છે. એટલું નહીં, આ એપ એક અનોખું ફિચર છે. જેના થકી તમે પોતાને પણ મેસેજ મોકલી શકો છો. તેના માટે તમારે પોતાનું એકલાનું ગ્રુપ બનાવવું પડ છે.
થોડા સમય પહેલા જ સિંગલ એપ દ્વારા હાલમાં જ કોલિંગની સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ એપ પર બધા કોન્યુનિકેશન એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ (end-to-end encrypted) હોય છે. તે સિવાય તમે અહીંયા ગ્રુપ પણ બનાવી શકો છો. જો કે તમે અહિયાં એક સાથે ઘણા લોકોને પોતાનો મેસેજ મોકલી શકતા નથી.