ઘરમાં લગ્નનો માહોલ હોય અને ગીત-સંગતી ન હોય એવું કેમ બની શકે. લગ્નમાં વર-વધૂના પરિવાર ઉપરાંત તેના સંબંધી અને મિત્રો મનભરીને ડાન્સ કરે છે. કેટલાક લોકો તો આ માટે મહિના પહેલા જ તૈયારી શરૂ કરી દે છે. લગ્નમાં જ્યા સુધી ડીજે પર નાગિન ડાન્સ માટે ગીત નથી વાગતુ ત્યાં સુધી લગ્નમાં ડાન્સની મોજ અધૂરી રહે છે. આ ગીત પર તમામ લોકો જોરદાર ડાન્સ, કરે છે, પરંતુ એક મહિલાને ડીજે પર નાગિન ડાન્સ કરવો ખૂબ મોંઘો સાબિત થયો. તેને તેની કિંમત પોતાનો જીવ આપીને ચુકવવી પડી. મહિલાના નાગિન ડાન્સ તેના પતિને પસંદ ન આવ્યો અને તેની પત્નીની હત્યા કરી નાંખી.
પતિ નારાજ થયો નાગિન ડાન્સ જોઈને
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી આ અનોખો મામલો સામે આવ્યો છે. ખબરો અનુસાર, અહી એક ઘરમાં લગ્ન હતાં. બધાં લોકો લગ્નની રસમ નીભાવી રહ્યાં હતાં. નવવધૂના ઘરે સગા-સંબંધી અને મિત્રો લગ્નની તૈયારીઓ છેલ્લા મહિનાથી કરી રહ્યા હતાં. સૌ કોઈ ડીજેના તાલે જોરદાર ગુમી રહ્યાં હતાં.
વરરાજાની બહેન પણ ડીજે પર નાગિન ડાન્સ કરી રહી હતી, પરંતુ તેના પતિને આ પસંદ ન આવ્યું. નાગિન ડાન્સને લઈને બંને વચ્ચે ઝઘડો થયો. ગુસ્સામાં આવીને પતિએ પત્નીનું ગળદબાવીને મારી નાંખી. જે બાદ તે ઘટના સ્થળ પર ફરાર થઈ ગયો.
શોકમાં બદલી ખુશીઓ
પોલીસના જણાવ્યા પ્રમાણે, રામજી માંઝીની પત્ની મુનિયા લગ્નમાં ઉપસ્થિત થવા માટે 10 દિવસ પહેલા પોતાના બાળકો સાથે પિયરે આવી હતી. અહીયા દારા માંઝી નામના તેના ભાઈના લગ્ન હતાં. પોતાના સાળાના લગ્નમાં સામેલ થવા માટે વરરાજાનો બનેવી રણજીત માંઝી પણ ત્રણ દિવસ પહેલા આવ્યો હતો. જ્યારે રાત્રે જાન આવી તો બધાં લોકો જાનના સ્વાગતમાં જોડાય ગયાં હતાં. ઘરમાં હંસી-ખુશીનો માહોલ છવાયેલો હતો. બધાં લોકો ડીજે પર જાનૈયા પોતાની ધૂનમાં નાચી રહ્યાં હતાં.
આ જોઈ રહી મુનિયાને પણ જાનૈયા સાથે ડીજેના તાલે નાચવાની ઈચ્છા થઈ. તે જાનૈયા સાથે નાચવા લાગી. પરંતુ તેના પતિને આ પસંદ ન આવ્યું અને ગુસ્સામાં આવીને તેણે પોતાની પતિનું ગળુ દબાવીને મોતને ઘોટ ઉતારી દીધી. ત્યારબાદ તે ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો. પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે.