મનગમતા વર માટે આમ તો ઘણાં દેવી-દેવાતાઓની ઉપાસના કરવામાં આવે છે. શ્રી ગણેશજી જે બુદ્ધિના દાતા છે અને રિદ્ધ અને સિદ્ધિના સ્વામી છે. તેમની પણ મનગમતા વર માટે આરાધન કરવામાં આવે છે, તેમજ સૌથી મહત્વની વાત એ છે કે તેમની આ ઉપાસના કરવી ખૂબ સરળ છે. માટે અમે તમને આજે એક એવા મંદિર વિશે જણાવીશું, માન્યતા છે કે અહી કુંવારી કન્યાઓ મનગમતા વર માટે પ્રાર્થના (અરજ) કરવા આવે છે.
આજે અમે જે મંદિર વિશે વાત કરી રહ્યાં છે તે ગણેશજીનું જ મંદિર છે અને અહી કુંવારી કન્યાઓ મનપસંદ વર માટેની અરજ કરવા આવે છે. કહેવાય છે અહી ગણેશજી શીઘ્ર આ મનોકામના પૂર્ણ પણ કરી દે છે. પરંતુ આ માટે એક અગત્યની વસ્તુ પણ તેમને અર્પણ કરવી પડે છે. જાણો આ અલૌકિક મંદિરની કથા અને કઈ વિશેષ વસ્તુ અર્પણ કરવાથી મનગમતો છોકરાથી લગ્ન થાય છે.
આ મંદિર મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લાના પોહરી તહસીલમાં સ્થાપિત છે. શિવપુરી જિલ્લાની પહોરી તહસીલના કિલ્લામાં વસેલું પ્રાચીન ભગવાન ગણેશનું મંદિર જે લગભગ 200 વર્ષ જૂનું છે. પોહરી દુર્ગ રાજ્યના અંતર્ગત આવતું હતું જે તે સમયે જાગીરદારીની બાલાબાઈ સીતોલે વસવાટ કરતાં હતાં. તેઓએ 1737માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મુખ્ય મથકથી 30 કિલોમીટર દૂર છે. મંદિરનું નામ ઈચ્છાપૂર્ણ ગણેશજી છે. વિઘ્નહર્તા અહીં પોતાના નામ અનુસાર મંદિરમાં પ્રવેશનારા તમામ ભક્તજનોની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન ગણેશજીને અહીં શ્રીજીના નામથી યાદ કરે છે.
શ્રીજીના મંદિરમાં બધાં શ્રદ્ધાળુંની મનોકામના પૂર્ણ થાય જ છે. પરંતુ અહી કુંવારી યુવતીઓ પણ પોતાના મનગમતા વરની કામના માટે આવે છે. કહેવાય છે કે આ મંદિરમાં આવનારી દરેક કન્યાને તેમને મનપસંદ વર મળે છે. જોકે, તેમની એક પરંપરા છે, તેના મુજબ જ યુવતીઓ ગણપતિ બપ્પા સામે ઉભા રહીને પોતાના મનગમતા વરના ગુણોના વખાણ કરે છે. જે બાદ તેને પોતાના રૂપમાં પ્રાપ્ત થવાની પ્રાર્થના કરે છે. કહેવાય છે કે ગણપતિ કુંવારી કન્યાની મનોકામના શીઘ્ર પૂર્ણ કરી દે છે.
તમને જણાવી દઈએ કે પોહરી દૂર્ગ સિંધિયા રાજ્ય અંતર્ગત આવતું હતું. તે સમયની જાગીરાદારીની બાલાબાઈ સીતોલે વસવાટ કરતાં હતાં. તેમણે જ 1737માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરમાં જે દિવ્ય પ્રતિમા સ્થાપિત છે તે પુણેથી સ્વયં બાલાબાઈ લઈને આવ્યાં હતાં. મંદિરમાં પ્રતિમાં એ રૂપે સ્થાપિત કરવામાં આવી કે બાલાબાઈ સિતોલેને પોતાની બારીથી ગણપતિદેવાના દર્શન થતા હતાં.
શ્રીજીના આ મંદિરને લઈને માન્યતા છે કે જે પણ ભક્ત અહી સ્થાપિત ગણેશજીની મૂર્તિને એકવાર આંખ ભરીને જોઈ લે છે. તેના મનમાં છુપાયેલી મનોકામના શ્રીજીના સામે સ્વયં જ સ્પષ્ટ થઈ જાય છે. એટલે કે ગણપતિ બપ્પાની મનમોહક તસવીર ભક્તને પોતાના મનની વાત કહેવા પર વિવશ કરી દે છે. ત્યારે ગણપતિ બપ્પા પોતાના ભક્તની મનોકામના પૂર્ણ કરીને તેમની ઝોલી ભરી દે છે. માન્યતા છે કે કુંવારી કન્યાઓ અહી ગણપતિ બપ્પાને શ્રીફળ અર્પણ કરે છે તો જે પણ વરની કામના તેના હૃદયમાં હોય તે પૂર્ણ થાય છે.
ગણેશ મંદિરને પહેલાથી જ ઈચ્છાપૂર્ણ મંદિર માનવામાં આવતું હતું. તેમજ આજે પણ આ મંદિરમાં જે પણ ભક્ત લોકો શ્રીફળ રાખીને જે મનોકામના માંગે છે તે અવશ્ય પૂરી થાય છે આ માટે ગ્રામીણ વિસ્તારમાં હોવા છતાં અહી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. આ કારણ દેશના ભક્ત તો આવે જ છે સાથે વિદેશથી પણ ભક્તજનો આવી રહ્યાં છે.
માન્યતા: શ્રીફળ રાખવાથી કુંવારી કન્યાના થાય છે શીઘ્ર લગ્ન
ઈચ્છાપૂર્ણ શ્રીજી મંદિરમાં સ્થાનિક લોકોની માન્યતા અધિક છે અને બહારથી પણ લોકો અહી દર્શન કરવા તેમજ મનોકામના માંગવા આવે થે પોહરી ગણેશ મંદિરની વિશેષતા છે કે અહીં કુંવારી યુવતી લગ્ન માટે શ્રીફળ આપે છે તો તેમના લગ્ન શીઘ્ર થાય છે.