વિશ્વભરમાં અનેક પ્રકારના જીવ-જંતુ છે, જે કોઈની પોતાની અલગ ખાસિય હોય છે. જોકે, સમય સાથે પ્રાણીઓ હવે લુપ્ત થઈ રહ્યાં છે. તેમાંથી એક છે રંબેરંગનો દેડકો. આ દેડકાની દાણચોરી ખૂબ વધું છે. આ દેડકાની પીઠ પર પીળા અને કાળા રંગના પટ્ટાઓ હોય છે. જોવામાં ભલે જ આ સુંદર દેખાતા હોય, પરંતુ હકીકતમાં આ ખૂબ ઝેરી હોય છે. તેનું નામ છે પોઈજન ડાર્ટ. આ દેડકો ધરતીનો સૌથી ઝેરી જીવમાંથી એક છે. એક દેડકાના ઝેરથી 10 લોકોનો જીવ જઈ શકે છે. પરંતુ છતાં તેને ખરીદવા લોકો માટે કોરોડ ખર્ચ કરવા તૈયાર રહે છે. બજારમાં આ 1 ઝેરી દેડકાની કિંમત દોઢ કરોડ રૂપિયા છે.
કોલંબિયામાં મળી આવતા પોઈઝન ડાર્ટ દેડકા પૃથ્વીના સૌથી ઝેરી જીવમાંથી એક છે. તેનું ઝેર ફક્ત 3 મીનિટમાં જ મોતને આમંત્રણ આપે છે. તેની સાઈઝ તો બે ઈંચ જ છે પરંતુ તેના ઝેરના બે ટીપા તમારી જીંદગી લઈ શકે છે. આ દેડકો ચમકીલો અને પીળા રંગના પટ્ટાવાળા હોય છે. તેના કલરના કારણે અન્ય જીવોનું ધ્યાન તેની તરફ વધું આકર્ષિત થાય છે. જ્યારે આકર્ષિત થઈને દેડકાની તરફ આવે છે, તો તે પોતાના મોતને ગળે લગાડે છે.
આ કોલંબિયાના વર્ષા જગંલમાં મળી આવે છે. કેરોલિના યૂનિવર્સિટીની શોધ પર વિશ્વાસ કરીએ તો જે દેડકો વધું ચમકીલા હોય છે તે એટલા વધું ઝેરી હોય છે. જો વાત તેના ઈતિહાસની કરીએ તો પહેલા આ દેકડાનો ઉપયોગ શિકાર માટે હથિયાર બનાવવામાં કરવામાં આવતો હતો. આ દેડકોનું ઝેર એટલું ખતરનાક છે કે જો તેને વગર મોજાએ અડી લો તો, ટૂંક જ સયમમાં તમારૂ મોત થઈ શકે છે.
માણસના શરીરના સંપર્કમાં આવ્યા બાદ તેનું ઝેર ધીમે-ધીમે માણસના ધબકારા ઘટવા લાગે છે. જેના પર તેનું ઝેર ચઢે છે, તેઓ પોતાનું શરીર સ્નાયુઓથી નિંયત્રણ ગુમાવી દે છે. અંતે તેને હાર્ટ અટેક આવે છે અને તેનું મૃત્યું થઈ જાય છે. એટલું ઝેર હોવા છતાં આ દેડકાની દાણચોરી થાય છે. બજારમાં આ નાના ઝેરી દેડકાની કિંમત દોઢ કરોડ રૂપિયા છે. લોકો આ લુપ્ત દેડકા ખરીદવાનું વલણ ધરાવે છે.
હજી સુધી એ જાણકારી નથી મળી કે આ દેડકા આટલા ઝેરી કેમ છે? 2014માં થયેલા અધ્યનમાં ઓહિયોના કેરોલ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોને મળ્યું કે જ્યારે આ દેડકા ઈંડા થાય છે, ત્યારથી જ તેના શરીરમાં ઝેર સામેલ થાય છે. રિસર્ચના મુજબ, આ દેડકા ચારથી સાડા ચાર અરબ વર્ષો પહેલા દુનિયામાં આવ્યાં હતાં. પહેલા તે ઝેરી નહતા પણ જ્યારે આ કીડી-મકોડાને ખાવા લાગ્યાં, ત્યારે આ ઝેહીલા બની ગયાં.