સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે. માન્યતા છે કે જો તેમની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે તો વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવનો દૂધ અને જળથી અભિષેક કરવામાં આવે છે. જે બાદ તેમને બીલિપત્ર, ધતૂરા, અને ભાંગ અર્પણ કરવામાં આવે છે. પૂજા દરમિયાન શિવ ચાલીસાનો પાઠ પણ ખૂબ મહત્વપૂર્ણ હોય છે. શિવલિંગની પજા કરનારા લોકોને ક્યારેય ધનની કમી નથી રહેતી અને તેનું આરોગ્ય પણ હંમેશા તંદુસ્ત રહે છે. જેને પૈસાની તંગી હોય, વધું મૂડી અને યશની કામન રાખતા હોય તો તેમને સ્ફટિક શિવલિંગની પૂજા- અર્ચના કરવાથી મનગમતું ફળ મળે છે.
આરોગ્ય, ધન, યશ મળે છે
ધર્મ શાસ્ત્રોમાં સ્ફટિકનું શિવલિંગ પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. શ્રદ્ધાળું શિવ ભક્ત આ શિવલિંગની પોતાના ઘરમાં પૂજા, પ્રતિષ્ઠા કરીને નિયમિત ગંગાજળ અથવા પંચામૃતથી અભિષેક કરીને ચંદન, પુષ્પ, બીલિપત્રથી પૂજન કરવાથી ભગવાન શિવની કરૂણા પ્રાપ્ત થાય છે. તેમની કરૂણાથી આયુષ્ય, આરોગ્ય, ધન, સંપત્તિ, યશ, માન, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે.

નકારાત્મક વિચારથી છૂટકારો
માન્યતા છે કે સ્ફટિકમાં દિવ્ય શક્તિઓ તથા ઈશ્વરીય શક્તિ હાજર હોય છે. સ્ફટિકમાં બંધ ઉર્જા દ્વારા તમારી મનોકામનાઓને ઈશ્વર સુધી સરળતાથી પહોચી શકે છે. એવું કહેવામાં આવે છે કે આ ધારણ કરનારાના લોકોને મન મુજબ, કામ થવા લાગે છે. અને તમારા મગજમાં તથા મનમાં કોઈ પ્રકારના નકારાત્મક વિચાર જરા પણ નથી આવતા.
ધન-દોલત, બીમારીથી આરામ
ધાર્મિક શાસ્ત્ર અનુસાર, સ્ફટિકનું શિવલિંગની પૂજા અર્ચનાથી ધન-દોલત, બીમારીથી રાહત અને સકારાત્મક શક્તિ મળે છે. રૂદ્રાક્ષ અને મૂંગા સાથે પિરોઈ સ્ફટિકને બ્રેસલેટ હીલિંગ યંત્ર તરીકે પહેરવામાં આવે છે. તેમને ધારણ કરવાથી મનથી કોઈ પ્રકારનો ડર હોય તો તે દૂર થઈ જાય છે. આ સાથે જ સમજ-વિચારમાં ઝડપથી વિકાસ થવા લાગે છે.
ઘરમાં સુખ સમૃદ્ધિ
જે લોકોનું મન હંમેશા આમ તેમ ભટકતું રહે છે તેના મનની શાંતિ ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે સ્ફટિકના પેંડેંટ પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સ્ફટિકના શંખથી ઈશ્વરને જળ કરનારા મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે. એટલું જ નહી સુખીઓ તમારા ઘર આંગણામાં વાસ કરવા લાગે છે.