વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદરીનાથ ધામના કપાટ આ વર્ષે 18 મેના રોજ ખુલશે. આ તિથિએ સાંજે સવા ચાર વાગ્યે બદ્રીનાથના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલવામાં આવશે. વસંત પંચમી પર નરેન્દ્ર નગર સ્થિત રાજ ઘરાનેના તીર્થ પુરોહિતોએ મંગળવારે બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની ઘોષણા સંપૂર્ણ વિધિ-વિધાન અને પૂજા-પાઠ સાથે કરી હતી. શ્રી બદ્રીનાથ ધામના કપાટ ખોવાની ઘોષણા નરેન્દ્ર નગર રાજ મહેલથી ટિહરી નરેશ મનુજેન્દ્ર શાહે કરી છે.
ચારધામ દેવસ્થાન બોર્ડે સૂત્રોના હવાલેથી જણાવ્યું કે ભગવાન વિષ્ણુને સમર્પિત બાબા બદરીનાથ ધામના કપાટ નક્કી તિથિના રોજ બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે 15 મીનિટ પર ખોલવામાં આવશે. જણાવી દઈએ કે, 19 નવેમ્બરના રોજ શિયાળામાં બદરીનાથના કપાટ બંધ કરવામાં આવ્યાં હતાં. દર વર્ષે શિયાળાની ઋતુમાં ભગનાન બદ્રીનાથના કપાટ બંધ કરવામાં આવે છે.
જ્યારે ફરીવાર ભગવાન બદ્રીનાથના કપાટ ખુલે છે તો મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાઓ અહી આવે છે. આ હિન્દુઓના ચાર મહત્વપૂર્ણ ધામમાંથી એક છે. કોરોના મહામારીના પગલે આ યાત્રાથી જોડાયેલી ગાઈડલાઈન્ડ ટૂંક સમયમાં જારી કરવામાં આવી શકે છે. યાત્રાના રજિસ્ટ્રેશનને લઈને પણ થોડા સમયમાં જ સૂચના મળી શકે છે.